મોરબીમા સામાકાંઠે આવેલા લાલબાગ સરકારી વસાહતમા આખલારાજ હોય એવો નજારો જોવા મળે છે. શહેરમા રઝળતા રેઢીયાળ ઢોર બે રોકટોક રઝળપાટ કરી રહ્યા છે. સાંજ ઢળતા ગાય આખલા સહિતનો કાફલો ઘણા સમયથી સરકારી વસાહતમા પહોંચી અહીયા રાતભર રઝળપાટ કરે છે. લાલબાગમા જિલ્લા મથકે ફરજ બજાવતા વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓ પરીવાર સાથે રહે છે. સરકારી કર્મચારી આવાસ કેમ્પસમા વિજળીના થાંભલાઓ પણ લાંબા સમયથી બંધ હોવાથી આખલાઓના ત્રાસથી પરીવારના જીવ કાયમી પડીકે બંધાયેલા રહે છે.
મોરબી જિલ્લા મથકે ફરજ બજાવતા વર્ગ ૧ થી ૪ ના સરકારી કર્મચારીઓ પરીવાર સાથે સામાકાંઠે આવેલ લાલબાગ સરકારી વસાહતમા વસે છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં રઝળતા રેઢીયાળ ગાય અને આખલા સહિતના ઢોરના ટોળા સરકારી કર્મચારીઓની કોલોનીમા ઘુસી જઈ ચારે તરફ અડીંગો જમાવીને વાહન તો ઠીક પગપાળા પસાર થઈ શકાય એમ નડતરરૂપ પડ્યા રહે છે. ભૂખ તરસથી ગમે તે ઘરમા ઘુસીને નાસભાગ મચાવવી તથા કર્મચારીઓના પરીવારના બાળકો વૃધ્ધોને ફંગોળવાનો ત્રાસ અહી રોજીંદો બન્યો છે.
આ અંગે વસાહતમા વસતા ક્વાર્ટર ધારકોને કોઈ મુશ્કેલી,નડતર, પાણી, સફાઈ, વિજળીના પ્રશ્ર્નો ઊભા ન થાય એટલે સરકારે માર્ગ મકાન વિભાગના કર્મચારીઓને ફરીયાદ નિવારણ માટે ખાસ ફરજ સોંપવામાં આવતી હોય છે. પરંતુ આ કર્મચારીઓ જાણે ફરજનું નાટક કરતા હોય એમ આવાસના કેમ્પસમાં માત્ર લટાર મારી જાતે સબ સલામત હોય એમ કયારેય એક પણ સમસ્યાનુ નિરાકરણ કરાતુ નથી.
આવી અનેક મુશ્કેલી માટે કર્મચારી ઓ મકાનમા વિજળી, બારી દરવાજા રીપેરીંગ માટે ફરીયાદ કરે તો લેખિત અરજીના નાટક કરાવી નોંધણી કરે છે. પરંતુ કામગીરી માત્ર કાગળ પર જ પડેલી રહે છે. ક્વાર્ટરમા વસતા એક પરીવારે ફરીયાદ બાદ ફરજમા તકલીફ પડવાના ડરે નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.