તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:હળવદ, વાંકાનેરના લાંચિયા હેડ કોન્સ્ટેબલની બદલી

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનુક્રમે છોટા ઉદેપુર અને તાપી મુકાયા

એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ કેસમાં સપડાયેલા રાજ્યના 10 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લાના એસીબીની હાથે લાંચ લેતા પકડાયેલા હળવદ અને વાંકાનેરના બે લાંચિયા પોલીસ કર્મચારીની ફરજથી દૂરના સ્થળોએ બદલી કરાઈ છે. હળવદના પોલીસ કર્મચારીને છોટા ઉદેપુર અને વાંકાનેરના પોલીસ કર્મચારીને તાપી ખાતે મુકવામાં આવ્યા છે.

એસીબીએ લાંચનું છટકું ગોઠવીને હળવદ પોલીસ મથકમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રાલાને રૂ.40 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. આવી જ રીતે વાંકાનેર પોલીસ મથકના હેડ કોન્સટેબલ કિરીટસિંહ નટવરસિંહ ઝાલા રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.એસીબીએ આ કેસમાં બન્ને લાંચિયા પોલીસ કર્મચારી સામે જરૂરી કાર્યવાહી કરી હતી અને રાજ્યના પોલીસ વડા સમક્ષ આ લાંચિયા પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી.

જેના પગલે હળવદ લાંચિયા પોલીસ કર્મચારી પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રાલાની છોટા ઉદેપુર ખાતે બદલી કરવામાં આવી છે.તેમજ વાંકાનેર પોલીસ મથકના હેડ કોન્સટેબલ કિરીટસિંહ નટવરસિંહ ઝાલાની તાપી જિલ્લા (વ્યારા) ખાતે બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો