તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Repeat Advertisements Of Riverfront, Bridge, Cycle Track, Picnic Center From Three Budgets .. No Bricks Are Laid Anywhere.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ત્રણ બજેટથી રિવરફ્રન્ટ, બ્રિજ, સાઇકલટ્રેક, પિકનિક સેન્ટરની જાહેરાતો રિપીટ..ક્યાંય ઇંટ પણ નથી મૂકી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2021-22નું રૂપિયા 1.40 લાખની પૂરાંતવાળું 750 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર

સૌરાષ્ટ્રની મોટી નગરપાલિકાઓમાં જેની ગણતરી થાય છે તેવી મોરબી પાલિકાનું વર્ષ 2021-22ના બજેટમાં રાજય અને કેન્દ્ર સરકારની અલગ અલગ ગ્રાન્ટ, પાલિકાની મિલકતમાંથી ભાડું, ડિપોઝીટ રકમની આવક સહિત 751 કરોડ 23 લાખની આવક થવાનો અંદાજ છે, જેમાથી અલગ અલગ ખર્ચમાં 751 કરોડ 21 લાખની જાવકના અંદાજ સાથે 1.40 લાખ ની પૂરાંત વાળું.રૂ. 750 કરોડનું તોતિંગ બજેટ ટાઉનહોલ ખાતે મળેલી સામાન્ય સભામાં બહુમતીથી મંજૂરીથી પસાર થઇ ગયું હતું.

મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારની અધ્યક્ષતામાં મળેલી સામાંન્ય સભામાં 52માંથી 45સભ્યો હાજર રહ્યા હતા.6 જેટલા સભ્ય ગેર હાજર રહ્યા હતા જેમાથી 4 સભ્ય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓએ રજા રિપોર્ટ મૂક્યો હતો. મંજૂર થયેલા બજેટમાં સતાધીશોએ પ્રજાને અનેક વિકાસ કામના વાયદાઓ કરવામાં આવ્યા છે.

જે પૈકી અમુક કાર્ય છેલ્લા બજેટથી રિપીટ થયા છે. જેમાં આજદિન સુધી એક ઇંટ પણ મૂકવામાં આવી નથી. આ કામ જોઈએ તો મચ્છુ નદી પર રિવરફ્રન્ટ, રવાપર કેનાલ રોડ પર સાઇકલ ટ્રેક,શોભેશ્વર રોડ પર પીકનીક સેન્ટર,વજેપર ગામથી મચ્છુ નદી પર ઓવરબ્રિજ થકી ગાંધી સોસાયટીને જોડતા માર્ગનો સમાવેશ થાય છે.

લોકોની આ અપેક્ષા પૂર્ણ થશે
- લાતી પ્લોટમાં પાણી,ભુગર્ભ ગટર યોજના 35 કરોડની ફાળવણી
- નલ સે જલ યોજના માટે 20 કરોડની ફાળવણી
- ઈલેક્ટ્રીક બસ માટે 5 કરોડની ફાળવણી
- વિજય નગરથી આલાપ રોડ માટે 10 કરોડ
- 115 વાડી વિસ્તારમાં પાણી,ભુગર્ભ લાઈન 25 કરોડની ફાળવણી
- નાની કેનાલ રોડ 10 કરોડની ફાળવણી
- પાલિકા વિસ્તારમાં નવા રોડ માટે 3.5 કરોડ, જુના રસ્તા રીપેર માટે 3.5 કરોડ
- નંદ કુંવરબા ધર્મ શાળા માટે 5 કરોડની ફાળવણી
- મકરાણીવાસ કમ્યુનિટી હોલ માટે 50 લાખ
- ધીરવાસ ચોકમાં બાલમંદિર રીનોવેશન માટે 10 લાખની ફાળવણી

બજેટમાં આ જાહેરાત રિપીટ કરાઇ
- 50 કરોડના ખર્ચે મચ્છુ નદીમાં રિવરફ્રન્ટ
- કેનાલ રોડ પર આરસીસી રોડ અને સાઇકલ ટ્રેક માટે 5 કરોડ
- શોભેશ્વર રોડ પરના પીકનીક સેન્ટર અને સરદાર નવીનીકરણ માટે 5 કરોડની જોગવાઈ કરી છે.
- વજેપરથી ગાંધી સોસાયટી સોસાયટી સુધી જોડવા મચ્છુ નદી પર બ્રિજ, નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજની જાહેરાત રિપીટ

આ હશે પાલિકાની આકર્ષક કામગીરી
- પાલિકા વિસ્તારમાં 200 યુવક યુવતીઓને સ્વ રોજગાર આપવાના હેતુથી રોજગાર લક્ષી કોર્ષ ચલાવવા 2 કરોડની ફાળવણી કરી છે.
- મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણ રૂપ બની વ્યવસાય કરતા રેકડી ધારકો માટે 10 કરોડના ખર્ચે યોજના બનાવી ઝોન વિસ્તારમાં હોકર્સ ઝોન બનાવી રોજગાર વ્યવસ્થા કરવાનું આયોજન

વર્ષમાં આટલી નવી ભેટ મળશે
- ટ્રાફિક અને પાર્કિંગની વધતી સમસ્યા ઉકેલવા રેલવે ક્રોસિંગ એવા નવલખી ફાટક અને નટરાજ ફાટક પર ઓવરબ્રિજ માટે 80 કરોડ
- સરદાર બાગ સામે મલ્ટી લેવલ પાર્કિંગ,શાક માર્કેટનું નવીનીકરણ
- ચોમાસા દરમિયાન શહેર બેટમાં ફેરવાઈ જતું હોવાથી લોકોની લાખોની મિલકતને નુક્શાન થતું હોય છે. જે અટકાવવા અવની ચોકડીથી ઘુતારી વોકડા, એચડીએફસી બેન્કથી સ્મશાન રોડ થઇ મચ્છુ નદી,પંચાસર રોડ તેમજ સામાં કાંઠે સરકીટ હાઉસ વગરે વિસ્તારમાં અલગ પ્રકારના આરસીસી કામગીરી માટે 10 કરોડની જાહેરાત કરી છે
- અલગ અલગ 4 રસ્તામાં 20 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ
- મચ્છુ નદીમાં શીતળા મંદિરથી મહાપ્રભુજી બેઠક, લીલાપર પાંજરાપોળથી ભડિયાદ સુધી બ્રિજ થશે.
- 5 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, હેરીટેઝ સાઇટ આસપાસ સમાંતર રોડ અને પાર્કીંગ બનાવી હોકર્સ ઝોન માટે 10 કરોડ,ઓપન જિમ માટે 2 કરોડની જોગવાઈ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો