પાણી સપ્લાઈ અનિયમિત રહેશે:મોરબીના સરદાર બાગ અને પંચાસર રોડ પરના પાણી પમ્પીંગ સ્ટેશનમાં રીપેરીંગની કામગીરી હાથ ધરાશે

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી સપ્લાઈ કરતા સંપ હાઉસ પૈકી સરદાર બાગ અને પંચાસર રોડ પરના પમ્પીંગ સ્ટેશનમાં જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોવાથી તા.11/12 અને 13 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ પાણી વિતરણ અનિયમિત રહેવા અંગે પાલિકા તંત્રએ જાણ કરી છે.

જે યાદીમાં જણાવ્યા મુજબ રીપેરીંગ કામગીરીને પગલે મોરબી શહેરના લોહાણા બોડીંગ પછીના વિસ્તાર જેવા કે શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રવાપર રોડ, શનાળા રોડ, કેનાલ રોડ, ભક્તિનગર સર્કલ, પંચાસર રોડ, ચિત્રકૂટ સોસાયટી 1 થી 6 લાતીપ્લોટ વિસ્તારમાં પાણી પુરવઠા સપ્લાઈ અનિયમિત રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...