જામનગર અમદાવાદ હાઇવે પર માળીયા મિયાણા શહેરમાં આવેલી મામલતદાર કચેરીથી નેશનલ હાઇવેને જોડતા સ્ટેટ હાઇવે લાંબા સમયથી જર્જરીત હોય અને આ બાબતે સ્થાનિકોની ફરિયાદ બાદ આગેવાનોએ રાજયમંત્રી બ્રિજેશ મેરજા સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતનાને લેખિત રજૂઆત કરી રોડનું વહેલી તકે રીપેરીંગ કામ કરવા માગણી કરી હતી.
માગણીના આધારે રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ કોંન્ટ્રાક્ટરને સૂચના આપી રોડનું રીપેરીંગ ઝડપથી કરવા સૂચના આપતા આજે કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રોડનું પેચવર્ક કામ હાથ ધર્યું હતું. આ અંગે રાજયમંત્રીના જણાવ્યા મુજબ આ રોડ સ્ટેટ હાઇવે અંતર્ગત હોય અને જામનગર કચ્છ તેમજ અમદાવાદને જોડતો મુખ્ય રસ્તો હોય અને માત્ર 3 કિમીનો વિસ્તાર જ ચોમાસામાં ધોવાઈ જતો હોય છે.
જેથી આટલો રોડ સીસી રોડ બનાવવો પડે તેમ છે અને તેમની સરકાર દ્વારા આ રોડ સીસી રોડ બને તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. આગામી સમયમાં આ રસ્તો મજબૂત કરવા તમામ પ્રયાસો કરાશે તેમજ વિપક્ષ દ્વારા આ વિસ્તાર પ્રત્યે જે ઓરમાયું વર્તન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે પાયા વિહોણા છે અને તેમના માટે મોરબી માળીયા બન્ને શહેર તેમજ તાલુકા વિસ્તારમાં સમાન હોય અને બન્ને તાલુકામાં સમતોલ વિકાસ કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.