તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:7.29 કરોડના ખર્ચે મંદિરનું રિનોવેશન

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વવાણિયાના રામબાઇ મંદિરમાં ભોજનાલય, સત્સંગ હોલ બનાવાશે

માળીયા તાલુકાના વવાણિયા ગામે પ્રવાસન નિગમ દ્વારા ડેસ્ટિનેશન ડેવલોપમેન્ટ ઓફ શ્રીમદ રાજચંદ્ર ભવન અંતર્ગત રામબાઈ મંદીર ખાતે રૂ.7.29 કરોડના કામનું ભૂમીપૂજન પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દ્વારા કરાયું હતું. મંદીર ખાતે કામો અંતર્ગત ભોજનાલય, રસોડું, કોઠાર રૂમ, 250 માણસ બેસી શકે તેવા હોલના કામોનું આયોજન કરાયું છે. મંત્રીએ ભૂમીપૂજન કર્યા બાદ પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે તેમના વિભાગ દ્વારા આ વિસ્તારની જરૂરિયાતને ધ્યાને લઈને વિકાસ માટે પસંદગી કરી છે.

છ મહિનામાં 500 કરોડના કામો મંજૂર થયા છે. તેમજ ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી વવાણીયા પી. એચ. સી. ને એમ્બ્યુલન્સ ફાળવણી કરવાની જાહેરાત કરી હતી. સીંચાઈનો લાભ વિસ્તારને મળે તે માટે સરકારમાં પ્રયત્નો થઈ રહ્યા છે, સર્વેની કામગીરી ચાલુ છે, 19 કરોડના ખર્ચે પીવાના પાણીના પાઇપોનું નવીનીકરણનું કામ થશે.

કન્યા છાત્રાલયના સંચાલક મીનાબેન ચાવડાએ શિક્ષણ ઉપર ભાર મૂકી દીકરીઓને ભણાવવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.જવાહરભાઈ ચાવડા, તેના પત્નીએ રામબાઈ મંદીરમાં પૂજા વિધી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...