તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વોંકળા પરથી દબાણ હટાવ્યું

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવાપર રોડથી સ્મશાન વચ્ચેના દબાણ હટાવવા કોની રાહ ?

મોરબી શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપ સામાંકાંઠા વિસ્તારમાં આવેલ કુળદેવી પાનના પાછળના ભાગે વરસાદી પાણીના નિકાલ માટેના વોકળામાં ખડકાયેલા દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને કાચો ખડકલો દૂર કરાયો હતો.જો કે શહેરના રવાપર ચોકડીથી લઈ લીલાપર સ્મશાન સુધી વરસાદી પાણી નિકાલ માટેના માર્ગ અનેક સ્થળે દબાણકારોએ દબાવી દીધા છે. જેના કારણે ચોમાસા દરમિયાન આ વિસ્તાર પાણીમાં જળબંબાકાર બની જતી હોય છે તંત્ર આ જગ્યા પર ક્યારે બુલડોઝર ફેરવશે તે સમય જ બતાવશે.

મોરબી નગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરી હેઠળ સામાંકાંઠે મહેન્દ્રનગર તરફ જવાના માર્ગ ઉપર કુળદેવી પાનની દુકાન પાછળ આવેલા વોકળા ઉપર ખડકાયેલા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વોકળા ઉપર ચારથી પાંચ કાચા પાકા ઝુંપડા અને અમુક લોકો પલંગ અને લોંખડ જેવો માલ સમાન રાખી ધંધો કરીને આ જગ્યાએ ઉપર કબ્જો જમાવ્યો હતો.

આથી, આ દબાણકારોને અગાઉ તંત્રએ નોટિસો ફટકારી હતી. આમ છતાં દબાણકારો ન હટતાં આજે નગરપાલિકા દ્વારા આ વોકળા ઉપર ખડકાયેલા તમામ કાચા-પાકા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. આ પહેલા પંચાસર રોડ પર ખડકાયેલ ઓરડીઓ અને બાથરૂમ પાડી દબાણ દૂર કરી દેવાયા હતા. જો કે, પાલિકા દ્વારા રવાપર કેનાલ ચોકડીથી લઈ છેક લીલાપર સ્મશાન સુધીના વરસાદી પાણીના નિકાલ માર્ગ પર ખડકાયેલ કાચા પાકા દબાણ તેમજ માટીના ઢગલા પણ ક્યારે હટવાશે તે પણ એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...