રાહતરૂપ સમાચાર:મોરબી સિરામિક ઉદ્યોગકારોને રાહત PNGમાં ક્યુબિક મીટર દીઠ રૂ.5 ઘટ્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપોત્સવી પર્વે જ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રાહતરૂપ સમાચાર
  • ઉદ્યોગકારોએ હવે રૂ.68.15માં મળતા ગેસના હવે રૂ.58.15 ખર્ચવા પડશે

મોરબીના સિરામિક ઉદ્યોગમાં છેલ્લા કેટલાય સમયથી ગેસના ભાવ વધારાને ઉહાપોહ જોવા મળતો હતો. એક મહિના પહેલાં તો એવી સ્થિતિ હતી કે ઉદ્યોગકારોએ વધતા ગેસના ભાવને કારણે ઉત્પાદનની કિંમતમાં વધારો થઇ જવાના લીધે એક મહિના સુધી એકમો બંધ કરી દીધા હતા. જો કે રાજ્ય સરકારને પણ જાણે દિવાળી સમયે જ ઉદ્યોગકારોની આ સમસ્યા નજર પડી હોય તેમ મોડી સાંજે આ ગેસમાં પાંચ રૂપિયાનો પર ક્યુબિક ઘટાડો કર્યો હતો. ઉદ્યોગકારોને હાલ હાલ 63.15 રૂપિયા પર ક્યુબિક ગેસ મળતો હતો જો કે આ ભાવ ઘટાડા સાથે આવતીકાલથી જ ઉદ્યોગકારોને 58 રૂપિયા ને 15 પૈસા પર ક્યુબિક ગેસ મળતો થશે.

એક તરફ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ દિવાળીનો પર્વ પણ શરૂ થઈ ગયું છે આવા સમયે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને મળતા ગેસમાં કરેલા ભાવ ઘટાડવાથી ઉદ્યોગકારોને જાણે દિવાળી વહેલી આવી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી છે.

દૈનિક 1.25 કરોડની બચત થઇ શકશે
મોરબીમાં હાલ 25 લાખ ક્યુબિક ગેસનો વપરાશ થઈ રહ્યો છે. શનિવારથી ઉધોગકારોને નવા ભાવ વધારાનો લાભ મળતાં દૈનિક અંદાજીત 1.25 કરોડ જેટલી રકમની બચત થશે. જો કે 58.15 ભાવનો લાભ ત્રણ મહિનાના એમજીઓ કરનારને જ મળી શકશે. એક મહિનાનો કરાર કરનારા ઉદ્યોગકારોને 58.15 ઉપરાંત વધારાના રૂ. 1.50 મળી કુલ રૂ. 59.65 પર ક્યુબિક ચુકવવા તૈયાર રહેવું પડશે. આ ઉપરાંત જે ગ્રાહકો કરાર વિના ગેસનો ઉપયોગ કરી રહ્યા છે તેમને હાલ જે ભાવથી ગેસ મળતો હતો તેમાં ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...