હત્યા:ગાળો બોલવાની ના પાડતા છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોરબીના પંચાસર રોડ પર ખેલાયો લોહિયાળ જંગ, આરોપી ઝડપાયો

મોરબી જિલ્લો હવે ઉદ્યોગનગરીના બદલે ક્રાઈમ નગરી બની રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. બે મહિના પહેલા ફાયરિંગ અને મર્ડરથી જે સિલસિલાની શરૂઆત થઈ તે હજુ યથાવત રહ્યો છે. દરમિયાન એક સપ્તાહમાં 6 થી વધુ લોકોની હત્યા બાદ શહેર અને જિલ્લો શાંત થયા હતા, જો કે ફરી એકવાર હત્યાનો સિલસિલો શરૂ થયો હોય એમ રવિવારે રાત્રે સો ઓરડીમાં રૂપિયાની લેતી દેતી મુદે મિત્ર એ જ તેના મિત્રને પતાવી દીધો તો બીજી ઘટના મકનસર નજીક પ્રેમજીનગરમાં બની હતી. અહીં ત્રણ ચાર દિવસ પહેલા માવાના રૂપિયાની લેતી દેતી મુદે થયેલા ઝઘડામાં યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી દેતા મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.

સોમવારે મોડી રાત્રીના વાવડી રોડ પર ભગવતીપરામાં રહેતા નવઘણભાઈ હરેશભાઈ અજાણા નામના યુવાનને પંચાસર રોડ ઉપર આવેલા પેટ્રોલ પમ્પ પાસે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમભાઈ પિંજારા નામના શખ્સ સાથે બોલાચાલી થતા આરોપી મોહસીન ઉર્ફે ગજની ગાળો આપતો હોય જેથી નવઘણભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી મોહસીન ઉશ્કેરાઈ ગયો હતો અને નવઘણભાઈને છાતીના ડાબા ભાગે છરી મારી દીધી હતી. જેથી ગંભીર હાલતમાં યુવકને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.

ઘટના બાદ એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે મૃતકના કાકા મનુભાઈ પાંચાભાઈ અજાણાએ મોહસીન ઉર્ફે ગજની વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...