તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:હડમતિયામાં માથાભારે તત્ત્વોએ ખરાબા પર કબજો કર્યાની રાવ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમીન પેશ કદમી મુદે એસપી અને અધિક કલેક્ટરને રજુઆત - Divya Bhaskar
જમીન પેશ કદમી મુદે એસપી અને અધિક કલેક્ટરને રજુઆત
  • ટંકારાના ધારાસભ્ય અને ગ્રામજનોએ આપ્યું કલેક્ટરને આવેદન

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતિયામાં ગામમાં વર્ષોથી જમીન પર માલઢોરના વાડામાં કેટલાક ભુમાફિયા તત્વોએ રાત્રીના સમયે જેસીબીની મદદથી સાફ કરવી તેના પર ગેરકાયદે કબજો લઈ લીધા હોવાની ફરિયાદ ઉઠતા આજે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાની આગેવાનીમાં ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરીમાં આવી પહોંચ્યા હતા. અને અધિક કલેક્ટર કેતન જોષીને આવેદનપત્ર આપ્યું હતું. જમીન પર ગેરકાયદે કબજો જમાવી લેનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી.

લલિત કગથરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં ભુમાફિયા બેફામ બની અલગ અલગ સ્થળે જમીન પર ગેરકાયદે કબજા જમાવી લેતા હોય અને તંત્ર આંખ આડા કાન કરી તેઓ પર કોઈ કાર્યવાહી કરતું નથી.તંત્ર નાક નીચે ભુમાફિયા ગરીબ માણસો ને દબાવી તેમની જમીન પડાવી રહ્યા છે.આવા તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...