તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રામનવમીએ કતલખાના બંધ રાખવા જીવદયાપ્રેમીઓની માંગ

મોરબી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જીવદયા સંગઠનોએ કલેક્ટરને રજૂઆત કરી

21 એપ્રિલને બુધવારે રામનવમીના પવિત્ર તહેવારના દિવસે કતલખાના સહિત નોનવેજના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ લગાવવાની જીવદયા સંગઠનો તથા એનિમલ હેલ્પલાઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મોરબીના જીવદયા પ્રેમીઓ દ્વારા તારીખ 21 એપ્રિલના દિવસે રામનવમીનો તહેવાર હોય એ નિમિત્તે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, ઈંડા, ચીકન, મચ્છી સહિતનાં વેચાણ બંધ રાખવા અંગે એનીમલ હેલ્પલાઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર રામનવમી નિમીતે તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા અને તેનું કડક અમલીકરણ કરાવવા તથા આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગજરાતના જીવદયા પ્રેમી એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

તંત્ર દ્વારા ઘણાં તહેવારો નિમિત્તે દર વર્ષે આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. તો આ વર્ષે પણ રામનવમી તહેવાર નિમિત્તે નોનવેજના ખરીદ વેચાણની મનાઈ કરતું જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદે ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતિબંધિત આદેશ બહાર પડાવવાની રજૂઆત એનીમલ હેલ્પલાઈનના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો