તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:મોરબીનું રાજપર ગામ બન્યું સ્માર્ટ વિલેજ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સહિયારા સાથ અને પ્રયાસથી ગામને અપાઇ આધુનિક ઓળખ - Divya Bhaskar
સહિયારા સાથ અને પ્રયાસથી ગામને અપાઇ આધુનિક ઓળખ
 • જ્યાં 4000 વૃક્ષો આભૂષણ બની શોભી રહ્યા છે તે રાજપર ગામમાં 15 વર્ષથી સરપંચ બિનહરીફ ચૂંટાય છે, અહીં પાણી વેચાતું નથી
 • ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, બેન્ક, લાઇટ, પીવાનું પાણી 24 કલાક, પુસ્તકાલય અને સીસીટીવી કેમેરા, પશુ દવાખાના જેવી સુવિધાઓ

ગામડાના દેશ તરીકે જાણીતા ભારત દેશમાં વિશે તૂટેલા રોડ, કાચા મકાન ખેતરો અને ગાડાઓની હારમાળા જ યાદ આવતા! જો કે સમયની સંગાથે હવે ગામડા પણ આધુનિક બનતા જાય છે. જ્યાં પાકા સીસી રોડ, પાકા મકાનો,સીસીટીવી કેમેરા અને ઈન્ટરનેટ સેવા સાથે જોડાયેલી ગ્રામ પંચાયત સહિતની સુવિધા સાથે એક સ્માર્ટ વિલેજ શહેરને પણ ટકકર મારી રહ્યા છે. મોરબી જિલ્લામાં પણ આવું એક આધુનિક ગામ એટલે રાજપર .ગામની અંદર પ્રવેશ કરતાં જ ગામનું આહલાદક વાતાવરણ સૌ કોઇને આકર્ષી જાય છે.

સ્મશાનમાં છે આૈષધિવન
આ ગામની ખાસિયત તો એ છે કે અહીં સરપંચની ચૂંટણી છેલ્લા પંદર વર્ષથી થઈ નથી. એટલે કે ગ્રામજનો અહીં સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર બિનહરીફ જાહેર થાય છે. અહીં ગામની બહાર સ્મશાન આવેલું છે, જેમાં ૩૦૦ થી ૪૦૦ જેટલી ઔષધીઓ આવેલી છે.

ગામના વિકાસમાં લોકોનો સંપૂર્ણ સહયોગ
રાજપર ગામ ખેતી, પશુપાલન અને નાના મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલુ છે. ગામની એકતા અને સંપના કારણે અત્યાર સુધી સામુહિક નિર્ણય થકી ગામમાં અનેક પ્રકારની સુવિધાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગામમાં પ્રાથમિક શાળા, લાયબ્રેરી, સ્વચ્છ રોડ-રસ્તા, સીસીટીવી બાગ-બગીચા, ૨૪ કલાક પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક, અત્યાધુનિક ગૌશાળા, ભૂગર્ભ ગટર યોજના છે.અમારા ગામમાં છેલ્લા પંદર વર્ષથી ગામ પંચાયતની ચૂંટણી થયેલ નથી અને ગામના દરેક લોકો ગામના વિકાસમાં સહભાગી થઈને પ્રયત્ન કરે છે. > મહંમદ હનીફ મનસુરી, ગામના તલાટી મંત્રી

એક એક ઘર ગટર યોજનાથી જોડાયેલું
ગામમાં સફાઈની પણ કાળજી લેવામાં આવે છે અને દરેક ઘર ગટર યોજનાથી જોડાયેલા છે. તેમજ ગામમાં છેલ્લા ચાર વર્ષથી પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવો કરીને ગામ પ્રદુષણ મુક્ત રહે તેની કાળજી લેવામાં આવે છે. અહીંની પંચાયત દ્વારા ટ્રેકટર દ્વારા શેરીએ શેરીએ જઇને કચરો એકઠુ કરવાનું કામ કરવામાં આવે છે. એકઠો કરાયેલો આ કચરો ગામની બહાર બનાવવામાં આવેલ કુંડીમાં નાખીને તેનો નિકાલ કરે છે.

આ રીતે બદલ્યા ગામના ક્લેવર

 • સંસદસભ્યની ગ્રાન્ટમાંથી બાયપાસ રોડનું 4 લાખના ખર્ચ.
 • ગ્રાન્ટમાંથી બાયપાસ રોડનું 3 લાખના ખર્ચે કેનાલનું કામ
 • ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે પુર સંરક્ષણ દિવાલનું કામ.
 • મેદાનનું સી.સી. કામ અંદાજે 4.5 લાખના ખર્ચે.
 • સ્મશાનની દિવાલ બનાવવાનું કામ 5 લાખના ખર્ચે.
 • ગામની શેરીઓમાં સી.સી. રોડ અંદાજે ૧૧.૮ લાખના ખર્ચે
 • નવા રાજપરમાં શેરીના સી.સી. રોડનું કામ ૧૨.૫ લાખના ખર્ચે.
 • એ.ટી.વી.ટી. યોજના અંતર્ગત સી.સી. રોડનું કામ ૩ લાખના ખર્ચે.
 • ગ્રામ પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી અંદાજે 5 લાખના ખર્ચે તળાવની પારને પુર સંરક્ષણ દિવાલનું કામ.
 • બસ સ્ટેન્ડ બનાવવાનું કામ ૨.૨ લાખના ખર્ચે કરાયું છે.
 • બાયપાસ પર 3 લાખના ખર્ચે કોઝવેનું કામ.
 • 4.5 લાખના ખર્ચે ગૌ શાળાવાળો સી.સી. રોડ.
 • રાષ્ટ્રીય તહેવાર ઉજવણી ગ્રાન્ટ અંતર્ગત 5 લાખનો ખર્ચ.
 • 4 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના મેદાનનું પેવર બ્લોકનું કામ કરી ગામ લોકોની સુવિધા વધારાઇ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો