તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીદ:રાજકોટ કામ કરવા જવાની પિતાએ ના પાડતા ઘર છોડ્યું

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ ચાલતું ન હોય યુવાન ઘરેથી નીકળી ગયો

મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા અને સુથારી કામ કરતા એક આધેડનો 22 વર્ષનો પુત્ર ઘરેથી અચાનક ગુમ થઇ ગયો હતો આ અંગે યુવકના પિતાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે હાલ મોરબીના સુથારી કામ બરાબર ચાલતું ન હોવાથી રાજકોટ જવાની જીદ કરી હતી જોકે રાજકોટ કામ માટે ન જવા દેતા લાગી આવતા ઘર છોડીને ક્યાંક નીકળી ગયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ બચુબાપા પ્લોટ વિસ્તારમાં રહેતા અને સુથારી કામ કરતા ભરતભાઇ દયાલજીભાઇ નો પુત્ર ભાવેશભાઇ ભરતભાઇ દયાલજીભાઇ પંચાસર (ઉં.વ. ૨૨) ધંધો સુથારી કામ કરે છે જે ગત તા. 24ના રોજ સાજના સમયે કોઈને કહ્યા વગર જતો રહ્યો છે અને આજ દિન સુધી કોઈ ભાળ ન મળતા પિતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી છે જેની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ મથકના એફ.આઈ.સુમરા ચલાવી રહ્યા છે જેની પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ યુવાનને મોરબીમાં સુથારી કામ સરખું ચાલતુ ન હોય અને ઘરેથી રાજકોટ કામ કરવા માટે જવા ન દેતા લાગી આવતા ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહ્યા હોવાનું પોલીસમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...