• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Rajamata Of Morbi Said 'We Are With The Families Affected By The Accident, We Will Help 1 1 Lakh, If You Need Other Help, Tell Us'

'અમે આપના છીએ, આપ અમારા છો':મોરબીનાં રાજમાતાએ કહ્યું- 'અમે દુર્ઘટનાગ્રસ્ત પરિવારોની સાથે છીએ, 1-1 લાખની મદદ કરીશું, બીજી મદદ જોઈએ તો કહેજો'

મોરબીએક મહિનો પહેલા

મોરબીમાં 30 ઓકટોબરનાં રોજ ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની હતી, જેમાં 135 જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ ગોઝારી ઘટનામાં પરિવાર સાથે ઝૂલતો પુલ નિહાળવા આવેલાં નાનાં બાળકો, સ્ત્રીઓ, નાગરિકો ભોગ બન્યાં છે. આ ઘટનાથી આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. ત્યારે મોરબીના રાજવી પરિવારે શોકની લાગણી વ્યક્ત કરી છે અને દરેક મૃતકના પરિવારને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

રવિવારે સાંજે સાડાછ વાગ્યે પુલ તૂટ્યો હતો.
રવિવારે સાંજે સાડાછ વાગ્યે પુલ તૂટ્યો હતો.

રાજવી પરિવાર હતપ્રભ
રાજવી પરિવારનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા સાહેબ મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે અને આ ઘટનાથી અત્યંત વ્યથિત છે તેમજ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી એવી ઘટનાથી ખૂબ જ હતપ્રભ થયાં છે. આ હતભાગીઓના પરિવાર સાથે રાજવી પરિવાર સાથે છે અને તેમના દુઃખમાં સહભાગી છે.

સતત 48 કલાક સર્ચ-ઓપરેશન ચાલ્યું હતું.
સતત 48 કલાક સર્ચ-ઓપરેશન ચાલ્યું હતું.

બચાવકાર્યમાં મદદ કરનારાનો આભાર વ્યક્ત કર્યો
આ ઘટનાની જાણ થતાં રાજવી પરિવાર વતી રાજકુંવરીબા સાહેબ મીરાબાપા તાત્કાલિક મોરબી આવ્યાં હતાં અને રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજવી પરિવાર વતી પ્રત્યેક હતભાગીના પરિવારને રૂ.1 લાખ ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે સહાય કરવા માટેની તત્પરતા દાખવી છે તેમજ આ ઘટનામાં તાત્કાલિક બચાવકાર્ય મદદ કરનારા તમામ સ્થાનિક લોકો, સેવાભાવી સંસ્થાઓ, તંત્રનો પણ મોરબી રાજવી પરિવાર આભાર વ્યક્ત કરે છે.

હોસ્પિટલોમાં લાશોના ઢગલા થયા હતા.
હોસ્પિટલોમાં લાશોના ઢગલા થયા હતા.

તંત્ર દ્વારા પણ રાહત અપાઈ
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓના પરિવારને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે તમામ પરિવારને 24 કલાકમાં 4-4 લાખની સહાયની રકમ જમા કરાશે, જેને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને તમામ મૃતકોના સ્વજનોને 24 કલાકમાં મુખ્યમંત્રી રાહત ફંડામાંથી મોટા ભાગના લાભાર્થીઓને સહાય પેટેના રૂ 4-4 લાખના સહાયના ચેક અર્પણ કરી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...