ખેડૂતોની માઠી બેઠી:મોરબી-માળિયાના સાત ગામમાં વરસાદે પાક ધોઇ નાખ્યો, સરપંચોની રજૂઆત

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંથકમાં અતિવૃષ્ટિના લીધે ખેતરો પાણીથી ભરાયેલાં રહેતાં ખેડૂતોની માઠી બેઠી
  • અસરગ્રસ્ત ગામોમાં સરવે કરાવીને તાબડતોબ વળતર ચૂકવવા માગણી કરાઇ

મોરબી માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિને પગલે મોટાભાગના પાકને નુકશાન થયાના આક્ષેપ સાથે 7 ગામના સરપંચ દ્વારા રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાને આવેદન પત્ર આપી જે ગામમાં વધુ વરસાદ થવાથી નુકશાન થયું છે તેમને વળતર ચૂકવવા માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે જૂનમાં મોરબી જિલ્લામાં ધાર્યો વરસાદ પડ્યો નહીં અને જુલાઇ તેમજ ઓગસ્ટમાં અમુક વિસ્તારોમાં અતિ વરસાદના પગલે ખેતરો પાણીથી તરબતર બની ગયા હતા અને ચોમાસું પાક ધોવાઇ ગયાની ખેડૂતોની બીક સાચી પડી છે.

ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં મેઘરાજાની અવિરત કૃપા વરસી હતી જેના પગલે ખેડૂતોએ મોટા પાયે ચોમાસું પાકનું વાવેતર કર્યું હતું જો કે ગ્રામ્ય પંથકમાં પાછળથી પડેલા વરસાદને પગલે મોરબી માળિયા તાલુકાના અનેક ગામમાં વરસાદી પાણી ખેતરમાં ભરાઈ ગયા હતા, જેના કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયું હોવાના ખેડૂતો દાવા કરી રહ્યા છે અને સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે ત્યારે મોરબી માળિયા પંથકના ગોર ખીજડીયા રાજપર કુન્તાસી, બગથળા, માણેકવાડા, દેરાળા, જેપુર બિલિયા માનસર સહિતના 7 ગામના સરપંચ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજૂઆત કરી છે, તાબડતોબ વળતર ચુકવાય તેવી માંગ ઉઠાવાઇ છે. જુલાઇ-ઓગસ્ટમાં વધુ વરસાદ થવાથી ખેતરમાં પાણી સતત ભરાયેલા રહેતા ચોમાસું પાક નિષ્ફળ ગયું છે, જેથી આ ગામના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી વળતર ચુકવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...