મોરબીમાં વાદળછાયું વાતાવરણ:જબલપુર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટું

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાતાવરણમાં થઈ રહેલી પરિવર્તનને પગલે મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાયુ હતું. જ્યાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત ટંકારા તાલુકાના જબલપુર ગામ અને આસપાસના ગ્રામ્ય પંથકમાં કમોસમી ઝાપટું વરસી ગયું હતું.

હાલ જીરૂ, ઘઉં, ચણા, ધાણા સહિતના રવિ પાક તૈયાર થઈ ચૂક્યા છે અને ખેડૂતો લલણીમાં વ્યસ્ત છે. ત્યારે મોરબી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છિનવાતા ખેડૂતોને જાણે આખા વર્ષની કમાણી તણાઇ રહી હોય તેવો ભાસ થતો હતો. હાલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું હતું અને મહતમ તાપમાનમાં મોટો ઘટાડો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...