તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:માળિયા મિયાણાના વાધરવા ગામ પાસે પાણી ભરવા ગયેલા રેલવે કર્મી તળાવમાં પડી જતા ડૂબી ગયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 108, રેલવે પોલીસ, ફાયરની ટીમ પહોંચી શોધખોળ હાથ ધરી

માળીયા તાલુકાના વાધરવા ગામમાં આવેલા તળાવમાં એક રેલવે કર્મચારી પાણીની બોટલ ભરવા અંદર ગયા હતા. આ દરમિયાન તેમનો પગ અકસ્માતે લપસી જતા તળાવમાં પડી ગયા હતા અને તરતા ન આવડતા રેલવે કર્મી ડૂબી ગયા હતા.

ડૂબી જવાની આ ઘટનાની જાણ થતા મોરબી ફાયરની ટીમને કોલ કરાતા મોરબી ફાયર,108ની ટીમ તેમજ રેલવે પોલીસની ટીમ પણ દોડી ગઇ હતી અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જો કે મોડી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું.

આ બનાવની મળતી માહિતી અનુસાર માળીયા તાલુકાના વાધરવા ગામ પાસે આવેલી રેલવે લાઈનમાં રેલવે કર્મચારી મનોજભાઈ અરજણભાઈ ધમેચા કામ કરી રહ્યા હતા. તેઓને તરસ લાગતા બોટલ લઈને તેઓ માળીયાના વાધરવા ગામે પાણીના સ્ટોરેજ માટે બનાવયેલા તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તળાવના કાંઠે પાણી ભરતી વખતે અકસ્માતે પગ લપસી જતાં તેઓ પાણીમાં પડી ગયા હતા અને તરતા ન આવડતું હોવાથી ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.રેલવે કર્મચારી પાણીમાં ડૂબી ગયાનું નજર સામે જ દેખાતા તેમના અન્ય કર્મચારીઓને પણ તરતા ન આવડતું હોય અને પાણીની ઉંડાઈ વધુ હોવાથી હિંમત કરી ન હતી. અને તાબડતોબ તેમણે આ બનાવની જાણ સ્થાનિક રેલવે પોલીસને કરતાં 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક ફાયર બ્રિગ્રેડ ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તળાવમાં ડૂબેલા આ રેલવેના કર્મચારીની શોધખોળ હાથ ધરી છે. મોડી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...