તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતીવાડી વિભાગની કાર્યવાહી:મોરબીમાં જંતુનાશક દવાના વિક્રેતાઓને ત્યાં દરોડા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં બિયારણ જંતુનાશક દવા અને રાસાયણીક ખાતરના વેપારીઓની દુકાન અને ગોડાઉનમાં ખેતીવાડી વિભાગે તપાસ હાથ ધરી છે. જેમાં શંકાસ્પદ 24 નમૂના લેબોરેટરીમાં મોકલાવાયા છે. રૂ. 4.30 લાખનો જથ્થો અટકાવી નોટિસ પાઠવી છે.

કેટલાક નફાખોરી કરતા તત્વો ખેડૂતો સાથે છેતરપીંડી કરી નબળી ગુણવત્તા અથવા જાણીતી કંપનીના નામે ડુપ્લિકેટ હલકી ગુણવત્તાના બિયારણો અને ખાતર ખેડૂતો દબડાવી દેતા હોય છે. આ વખતે ખેડૂતોની સાથે છેતરપીંડી ન થાય યોગ્ય અને નિયત કિંમતે બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર મળી રહે તે હેતુથી સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) રાજકોટના માર્ગદર્શન હેઠળ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અને ખેતી અધિકારી મોરબીની ટીમ દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૯ થી તા.૧૫ જૂન દરમિયાન આકસ્મિક સ્કોર્ડની કામગીરી કરવામાં આવી હતી.આકસ્મિક ચેકીંગ દરમિયાન મોરબી જિલ્લાના ૫૫ વિક્રેતાઓની મુલાકાત લઈ બિયારણના 17, જંતુનાશક દવાના 5 તથા રાસાયણિક ખાતરના ૨ શંકાસ્પદ નમૂનાઓ લઇ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ છે. નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...