કાર્યવાહી:માળિયામાં વાજબી ભાવની દુકાનમાં દરોડા, 2.77 લાખનો શંકાસ્પદ માલ સીઝ

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંચાલકોની દાદાગીરીની ફરિયાદ પરથી તાલુકા પુરવઠા ટીમ દોડી ગઇ

માળિયા શહેરમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં સંચાલક ગ્રાહકોને પૂરતો જથ્થો ન આપતા હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે તાલુકા મામલતદાર અને તેની ટીમે વ્યાજબી ભાવની દુકાનમાં આજે ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં દુકાનનો સંચાલક યોગ્ય રીતે રજિસ્ટર નિભાવતો ન હોવાથી નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે રૂ.2.77 લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માળિયા શહેરમાં આવેલ માળિયા ગ્રાહક સેવા ભંડારની વ્યાજબી ભાવની દુકાને આજે મામલતદાર ડી સી પરમારના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગના જે સી પટેલ, મહેશભાઈ વ્યાસ સહિતની ટીમે સ્થળ ચેકિંગ હાથ ધર્યું હતું જે સ્થળ ચેકિંગમાં ગ્રાહક સેવા ભંડારમાં રજીસ્ટર નિભાવ, ગ્રાહકોને બીલ ન આપવા અને સ્ટોકનો આવક-જાવકનો હિસાબ મળતો ન હોય જેથી પુરવઠા વિભાગ ટીમ આ ચેકીંગમાં જોડાઈ હતી. સંચાલકની દાદાગીરી સામે અરજદારોમાંથી વ્યાપક ફરિયાદો આવતી હોવાથી તાલુકા પુરવઠા અધિકારીઓની ટીમે સ્થળ તપાસ કરવાનું નક્કી કરીને ત્રાટકી હતી અને સંચાલકની ગેરરીતિ પરથી પડદો ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...