ધરપકડ:મમુ દાઢી હત્યા પ્રકરણનો મુખ્ય આરોપી રફિક પકડાયો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના નામચીન એવા મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી અને તેમના સાથીઓને ભક્તિનગર સર્કલ પાસે બોલેરો કાર આડી રાખી અન્ય એક કારથી આંતરી 13 જેટલા શખ્સે અંધાધુંધ ફાયરિંગ કરી હત્યા કરી હતી આ પ્રકરણમાં પોલીસ મથકે આરોપીઓ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એજાજ આમદભાઇ ચાનીયા અને અજાણ્યા ચારેક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

જેના આધારે આ ચકચારી બનાવામાં પોલીસે મૃતકના પુત્ર મકબુલભાઇ મહમદ હનીફભાઇ કાસમાણીની ફરિયાદના આધારે અગાઉ પોલીસની વિવિધ ટીમોએ ચાર આરોપીઓ ઇસ્માઇલભાઈ યારમામદ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાને ઝડપી લીધા બાદ આ હત્યા કેસના મુખ્ય સૂત્રધાર રફીકભાઈ રજાકભાઈ માંડવિયાને ઝડપી લીધો હતો. આ આરોપી તેમજ અગાઉ પકડાયેલા ચાર આરોપીઓના આજે છ દિવસના રિમાન્ડ પુરા થતા હોય ફરી કોર્ટમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...