તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકમાગણી:આર. ટી. ઇ હેઠળ પ્રવેશ કાર્યવાહી તાકીદે શરૂ કરવા લોકમાગણી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં સમતા ફાઉન્ડેશનનું ડીઈઓને આવેદન

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી શિક્ષણ કાર્યવાહીને ભારે અસર પહોંચી છે.ગયું શૈક્ષણિક વર્ષ ઓનલાઇન ચાલ્યાં બાદ આ વર્ષે પણ નવુ સત્ર ઓનલાઇન જ શરૂ થયું છે.પ્રવેશ પ્રકિયા પણ હાલ અટકેલી પડી છે ખાસ કરીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ નવા છાત્રોને પ્રવેશ પ્રક્રિયા થઇ શકી નથી.

જેના કારણે વાલીઓમાં ચિંતાની લકીર છવાઈ ગઇ છે આ બાબતે અલગ અલગ સંસ્થાઓ અને સામાજિક કાર્યકર દ્વારા શિક્ષણ વિભાગ ને પત્ર લખી વહેલી તકે આરટીઇ હેઠળ પ્રવેશ પ્રકિયા શરૂ કરવા હાથ ધરવા માગણી કરવામાં આવી છે ત્યારે મોરબીમાં પણ સમતા ફાઉન્ડેશન તેમજ જવાહર સોસાયટી યુવા સંગઠને આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને શિક્ષણ વિભાગ દ્વારા વહેલી તકે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...