પોલીસ હરકતમાં:લગ્નમાં આવેલી મહિલાનું 2.55 લાખના દાગીના ભરેલું પર્સ ચોરાયું

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળની મહિલા રાજકોટથી મોરબી કારમાં આવ્યા ત્યારે ‘કળા’ થયાની શંકા
  • અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવાતાં તાલુકા પોલીસ હરકતમાં આવી

મોરબીમાં લગ્ન પ્રસંગમાં આવેલી વેરાવળની એક મહિલાના 2.55 લાખના દાગીના તેમજ 3000 રોકડા રકમ સહિતનો મુદામાલ ભરેલા પર્સ, થેલાની ચોરી થયાનું સામે આવતાં બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા શખસો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ગીર સોમનાથના વેરાવળથી મહિલા તેમના પરિવાર સાથે રાજકોટ સુધી ટ્રેનમાં અને ત્યાંથી ઇકો કારમાં મોરબી આવ્યા હતા અને જેપુર ખાતે ત્રિમંદિરમાં રોકાયા હતા. ત્યારે આ બનાવની જાણ થઇ હતી.

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળના વતની તેજલબેન અમિતભાઈ વેલાણી તેમના બહેન અને દીકરી સહિતના મોરબી લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. માટે તેઓ ગીર સોમનાથથી રાજકોટ ટ્રેનમાં આવ્યા હતા જયારે રાજકોટથી ઇકો કારમાં મોરબી આવ્યા હતા અને ગઈ કાલે તેઓ મોરબી તાલુકાના જેપુર ગામમાં આવેલ દાદા ભગવાન ત્રિમંદિર ખાતે રાત્રીના રોકાણ કર્યું હતું . તેઓએ પોતાનાં કપડા દાગીના સહિતનો સામાન પણ ત્રિમંદિર ખાતે આવેલ ઉતારામાં રાખ્યો હતો. રાત્રે તેઓ નવરાશમાં બેઠા હતા અને સામાન ચેક કરતા એક બેગ મળી આવી ન હતી.

જેમાં બેગમાં સોનાની બુટી ,સોનાના પાટલા સહિત રૂ 2.55 લાખના દાગીના અને 3000 રોકડા સહિત 2.58 લાખનો મુદામાલ ભરેલી હતી તપાસ દરમિયાન આ બેગની ચોરી થઇ હોવાની જાણ થઈ હતી જે બાદ તેઓએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ રાજકોટથી મોરબી જે ઇકો કારમાં આવતા હતા તે કારના ચાલક અને તેની સાથેના માણસો વિરુદ્ધ ચોરી કરી હોય તેવી આશંકા વ્યક્ત કરી છે. બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...