જાહેરનામું:મોરબીમાં 10 વાગ્યા પછી ફટાકડા ફોડતા પકડાશો તો દંડાત્મક કાર્યવાહી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાયુપ્રદૂષણને અટકાવવા ગ્રીન ફટાકડા જ ફોડવા જાહેરનામું

સામાન્ય રીતે તહેવાર દરમિયાન થતી આતશબાજીથી વાયુ પ્રદુષણ થતું હોવાની ફરિયાદ મોટા પાયે ઉઠતી હોય છે.આ અંગે દેશની સુપ્રીમ કોર્ટે નાનાં બાળકો, અસ્થમાના દર્દીઓ, સિનિયર સિટીઝન અને ગંભીર બીમારીથી પીડાતા લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈ સુપ્રિમ કોર્ટે ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા ધુમાડો ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપી છે. આ અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે તહેવાર નિમિત્તે જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ મૂક્યો છે.

જાહેરનામા મુજબ ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનુ રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલા ફટાકડાઓનું જ વેચાણ કરવાનુ રહેશે. ઉપરાંત તમામ ઈ - કોમર્સ વેબસાઈટને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા રાત્રે 08 થી 10 કલાક સુધી જ ફોડી શકાશે. નુતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 23.55 કલાકથી 00:33 કલાક સુધી જ ફોડી શકાશે. અન્યથા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

સાયલન્ટ ઝોન આસપાસ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્નનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી. તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારના જાહેર રસ્તા, રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનુ, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી કરી શકાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...