જેસીબીની વ્યવસ્થા કરવા સૂચના:ટંકારામાં મૃત ગાયોનો જાહેરમાં નિકાલ કરાતાં રોગચાળો વકરવાની સંભાવના

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતને કશી જાણ જ ન હતી, જેસીબીની વ્યવસ્થા કરવા સૂચના

મોરબી જિલ્લામાં પશુધનમાં લમ્પી કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યા છે અને તેની સાથે ચિંતાજનક રીતે મોત પણ થઈ રહ્યા છે.ત્યારે મોરબી જિલ્લામાં લમ્પી વાયરસથી મોતનો સતાવાર આંક 80ની આસપાસ થયો છે. જો કે બિન સતાવાર રીતે આ મોત 150થી પણ વધુ હોવાની વાત આગળ આવી છે ત્યારે અને આ પશુઓના નિયમ મુજબ યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

મોરબીના જોધપર ગામમાં મૃતદેહનો નિકાલ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવ્યા બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ટંકારા પહોંચી હતી અને જાહેરમાં મૃતદેહોનો નિકાલ થતો હોવાની બાબતો સામે આવી હતી. અહીં મોટી સંખ્યામાં ગૌવંશના મૃતદેહ મળી જાહેરમાં ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરાતા તેમને આ અંગે જાણકારી ન હોય અને આવતીકાલે જેસીબી મોકલી તત્કાલીક નિકાલ કરાવશે તેવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...