મામલતદારને આવેદનપત્ર:મોરબી, ગોંડલ અને જેતપુરમાં મેવાણીની ધરપકડનો વિરોધ, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણીની એક વિવાદિત ટ્વીટ બદલ અસમના એક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં બે દિવસ પહેલા ધારાસભ્યની આસામ પોલીસે ધરપકડ કરી હતી. અને અસમ લઇ ગઈ હતી.જ્યાં તેમણે જામીન અરજી કરી હોવા છતાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવતા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

આ ઘટનાનો રાજ્યભરમાં વિરોધ ઉઠ્યો છે અને ઠેર ઠેર પ્રદર્શન થઇ રહ્યા છે કોંગ્રેસ તેમજ દલિત સમાજના આગેવાનો દ્વારા આ ધરપકડને એક રાજકીય કિન્નાખોરી હોવાના આક્ષેપ કરવામાં રહ્યા છે. અને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં દલિત સમાજના આગેવાનો દ્વારા રાષ્ટ્રીય દલિત મહાસંઘ તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા આજે નગરપાલિકા કચેરી ખાતે આવેલ ડો બી આર આંબેડકર પ્રતિમા સામે ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર વિરુદ્ધ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

બીજી તરફ ગોંડલમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અડધી રાત્રે વડગામના ધારાસભ્ય મેવાણીની ગેરકાયદે રીતે ધરપકડ કરી સરકાર દ્વારા કરાયેલી તાનાશાહી અનુસંધાને બાબાસાહેબની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેતપુરમાં કોંગ્રેસ દ્વારા મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપી તેની ધરપકડ ગેરકાયદેસર હોય તાત્કાલિક મુક્ત કરવા માંગ કરવામાં આવી હતી.

આગેવાનોએ જણાવ્યું હતું કે આસામ પોલીસે મંજૂરી વગર ધરપકડ કરી છે. એક ટ્વીટ બદલ કોઇને આવી રીતે તો ધરપકડ નહીં થઇ હોય. આથી મેવાણીની તાકીદે મુક્તિ થાય તેવી માગણી કોંગ્રેસના આગેવાનોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...