વિરોધ:સુરતમાં આપના નગરસેવક સામે અભદ્ર વર્તન મુદ્દે મોરબીમાં વિરોધ

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કચેરી સામે આગેવાનોના દેખાવો, સૂત્રોચ્ચાર

સુરત મહાનગરની સામાન્ય સભામાં વિરોધ પક્ષ આદમી પાર્ટીએ જરૂરી એજન્ડા મૂકયા હતા તેમજ તેમના મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગણી કરી હતી. જો કે ભાજપના શાસકોએ ચર્ચા વિના જ સામાન્ય સભાને પૂર્ણ કરી દીધી હતી.જેનો વિરોધ કરતા “આપ”ના કાર્યકર્તાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.તેમજ મહિલાઓના કપડાં ફાડી અપમાનિત કર્યા હતા.આ બનાવમાં વિરોધમાં આજે આપના કાર્યકરોએ મોરબી પાલિકા કચેરી બહાર દેખાવ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ કરવામાં આવ્યું હતું.જે ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં પડદો પડી ગયો હતો.આ બાદ આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે આજરોજ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં કાર્યકરો એકઠા થઇ વિરોધ દર્શાવ્યો અને લોકશાહી બચાવોના નારા લગાવ્યા હતા. અને આપના આગેવનોને ન્યાય મળે તેવી માગણી દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...