તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ:મોરબીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝબલાનું વેચાણ કરનાર 27 વેપારી સામે કાર્યવાહી

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રૂ.7000નો દંડ ફટકાર્યો
  • જો ફરીવાર પ્લાસ્ટિક બેગનું વેચાણ કરતા ઝડપાશે તો કડક કાર્યવાહીની સૂચના અપાઇ

પર્યાવરણ માટે જોખમી એવા 50 માઇક્રોન થી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગનું વેચાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં મોરબી શહેરમાં અનેક વેપારીઓ નિયમ ભંગ કરી આવી બેગનું વેચાણ કે પોતાનો સામાન આવી બેગમાં ગ્રાહકોને વેંચતા હોવાની ફરિયાદ ઉઠતા પાલિકા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને 27 વેપારીઓને રૂ.7000નો દંડ ફટકાર્યો હતો.

મોરબી નગર પાલિકા દ્વારા હાલ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ અલગ અલગ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત વિવિધ વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અલગ અલગ વિસ્તારમાં લોકોને કચરા વર્ગીકરણ અંગે પેમલેટ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા તો સિંગલ યુઝ પ્લાસ્ટિક ડ્રાઇવ અંતર્ગત સરપ્રાઈઝ ડ્રાંઇવ યોજી હતી.

મોરબી પાલિકા વિસ્તારમાં પ્રતિબંધીત 50 માઇક્રોનથી ઓછી સાઈઝની પ્લાસ્ટિક બેગનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઇ બોલાવી હતી અને અલગ અલગ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેચાણ કરતા 27થી વધુ વેપારીઓને ઝડપી પાડી તેમની પાસેથી પ્રતિબંધિત ઝબલાનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આવા વેપારીઓને 7000નો દંડ ફટકાર્યા હતો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ વેચાણ ન કરવા સુચના આપી હતી જો ફરિવાર વેચાણ કરતા ઝડપાશે તો વધુ કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...