તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન અરજી ફરજિયાત:મોરબીમાં પાકિસ્તાન શરણાર્થીઓને નાગરિકતા માટે કાર્યવાહી શરૂ

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વર્ષોથી વસતા બિનમુસ્લિમો કે જેમણે અગાઉ અરજી કરી હતી, તેમને પણ મળશે નાગરિકતાની તક

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સિટીઝન એમેન્ડમેન્ટ એકટ 2019 અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલ બિન મુસ્લીમ શરણાર્થીઓને નાગરિકતા આપવા અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે અંતર્ગત દેશના 14 જિલ્લાના કલેક્ટરને નાગરિક પ્રમાણપત્ર આપવા સતા આપવામાં આવી છે. ગુજરાતમાં રાજકોટ,વડોદરા પાટણ અને મોરબી જિલ્લાને સમાવવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં વર્ષોથી પાકિસ્તાનથી ઘણા શરણાર્થીઓ આવીને વસ્યા છે.અને જેમાથી કેટલાક શરણાર્થીઓએ નાગરિકતા પ્રમાણ પત્ર માટે અરજી કરી હતી. જેઓની અરજી હાલ કોઈ કારણસર અટકેલી પડી છે. જો કે આ નોટિફિકેશનથી આ શરણાર્થીઓને નાગરિકતા મળવાનો રસ્તો સરળ થઈ જશે.

મોરબીમાં વસતા બિન મુસ્લિમ લોકો અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. જ જિલ્લામાં આ અંગે કોઈ ચોક્કસ સર્વે નથી પણજિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મોરબીમાં હાલ 700થી 800 જેટલા પાકિસ્તાની શરણાર્થી રહે છે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના મતે 1100 જેટલા લોકો મોરબીમાં રહે છે જે અમુક મજુંર ખેત મજુરી કરે છે તો કેટલાક સીરામીકમાંમજુરી કામ, અમુક લોકો કરીયાણા કાપડ તેમજ અન્ય ચીજ વસ્તુઓની દુકાન પણ ધરાવે છે. તો કેટલાક ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.

ઓનલાઇન અરજી આવ્યે તપાસ એજન્સીને આપી ખરાઈ થશે
મોરબીમાંથી નાગરિકતા પ્રમાણપત્રની ઓનલાઇન પોર્ટલ પર અરજી થયે અમારા હસ્તકના સંબંધિત વિભાગ દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે, અરજી બરાબર હશે તો તપાસ એજન્સીઓને સ્થળ વેરિફિકેશન માટે ઓનલાઇન મોકલવામાં આવશે. તપાસ એજન્સી વેરિફિકેશન કરી પોતાનો રિમાર્ક આપશે અને તેના આધારે પ્રમાણપત્ર માટે એલિજીબલ હશે તેને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ સમગ્ર પ્રકિયા ઓનલાઇન છે તેમ છતાં જેટલા પણ પ્રમાણપત્ર નીકળે તેનું ઓફલાઈન રજિસ્ટ્રેશન થશે. 28-05-21ના નોટિફિકેશનના આધારે જ ઓનલાઈન અરજી કરનારને નાગરિકતા પ્રમાણપત્ર મળશે આ પહેલા જે 7 અરજી ઓફલાઈન આવેલ છે તેની અરજી અમારે માન્ય કરવાની નથી. જો આ લોકો ફરીવાર નવી ઓનલાઇન અરજી કરશે તો તેને નાગરિકતા પ્રમાણપત્ર મળશે. > જે.બી પટેલ, જિલ્લા કલેક્ટર, મોરબી

​​​​​​​700 પૈકી 200 લોકો નાગરિકતાને પાત્ર બને છે
મોરબી જિલ્લામાં કેટલા પરિવાર શરણાર્થી તરીકે છે અંગે સત્તાવાર સર્વે થયો નથી પણ જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મોરબી શહેર તેમજ મોરબી તાલુકાના વાવડીગામ, મકનસર શાપર વિસ્તારમાં આવા લોકો રહે છે.આસપાસમાં તેમજ માળીયા તાલુકાના મોટી બરાર ગામ સહિત 700-800 લોકો વસવાટ કરે છે.જે પૈકી 200 લોકો એવા છે જે સિટીઝન એમેન્ડમેન્ટ એકટ 2019 અંતર્ગત દર્શાવવામાં આવેલ જોગવાઈમાં આવતા હોવાથી તેઓને નાગરિકતા મળી શકે તેમ છે.

આ લોકોએ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જે અરજી જિલ્લા કલેક્ટરના સંબંધિત વિભાગમાં આવશે અને તેની વેરિફિકેશન પ્રકિયા કરશે અને તેને નિશ્ચિત સમય એટલે કે 7 દિવસની મર્યાદામાં મંજૂરી અપાશે અને જે નાગરિક પ્રમાણપત્ર ઇસ્યું થશે તેની જાણ માટે નાગરિક પ્રમાણપત્રની કોપી ભારત સરકારને પણ મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...