તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારી બાદ ચાઇનીઝ ચીજ વસ્તુઓ સામે વિરોધનો વંટોળ શરૂ થયા બાદ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા "લોકલ ફોર વોકલ"ની હાકલ કરાયા બાદ ગુજરાતમાં ટોયઝ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇન્ડસ્ટ્રીઝ પોલિસી બનાવવા તેમજ મોરબી ખાતે કોમન યુટીલીટી ફેસીલીટી ડેવલોપ કરવા તેમજ મોરબી જીલ્લામાં અંદાજે 1000 એકર લેન્ડમાં જીઆઇડીસી ડેવલોપ કરવાની માંગ સાથે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી રજૂઆત કરતા મોરબી માટે આશાનું એક નવું કિરણ જોવા મળ્યું છે.
ટાઇલ્સ અને સિરામીક ઉદ્યોગ માટે પ્રચિલત એવું મોરબી શહેર હવે બાળકોના રમકટા ઉત્તાદન કરતું હબ બનવાની આશા ઉભી થઇ છે. મોરબી ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાયન્સના જયસુખભાઇ પટેલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે, મોરબી ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાયન્સમાં 350થી વધારે સ્મોલ અને લઘુ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ જોડાયેલા છે. જેમાં 2 લાખથી વધુ લોકોને સીધી અને આડકતરી રોજગારી મળે છે. ટોયઝ મેન્યુફેક્ચરિંગમાં લાખો ડીઝાઇન અને વેરાઇટી હોય છે. ચાઇનામાં આ બીઝનેસમાં 80%થી વધુ સ્મોલ અને મધ્યમ ઇન્ડસ્ટ્રીઝ છે. ત્યારે ગુજરાતને ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં મેન્યુફેક્ચરિંગમાં આગવું સ્થાન ધરાવવા ટોયઝ પોલિસી બનાવવી જોઇએ જે અંગે કેટલાક સૂચનો પણ આપ્યા છે.
એક તો હાલ ભારત અને ચાઇના ઇન્ડસ્ટ્રીઝ વાળાની કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં 20% જેટલો ડિફરન્સ આવે છે જે ગુજરાતનાં સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીઝ વાળાને મળે તેવુ થવુ જોઇએ અને બીજું એ કે, ટોયઝમાં હાલ નવા યુનિટો આવશે નહીં કારણ કે, ચાઇના સામે હરીફાઇમાં ટકી શકતા નથી. જેથી નવા યુનિટો નવી પોલિસીમાં સમાવેશ કરવો જોઇએ જેથી નવી પોલિસી પણ સફળ થાય. ત્રીજુ એ કે, નવી ટોયઝ પોલિસી સ્મોલ અને લઘુ ઇન્ડસ્ટ્રીઝને ડાયરેક્ટ બેનીફીટ જેવા કે, ડ્યુટી માફી, ઇલેક્ટ્રિસિટીમાં કોસ્ટમાં રાહત, લેબર પીએફમાં રાહત અને જીએસટીમાં બેનીફીટ મળવા જોઇએ અને ચોથું નવી ટોયઝ પોલિસીમાં સ્મોલ અને લઘુ ઉદ્યોગો માટે એવી જોગવાઈઓ કરો કે વધારે લોકોને કામ મળે અને એને વધારે બેનીફીટ આપો એટલે કે, રોકાણ પર નહી રોજગાર પર બેનીફીટ આપવા પર ખાસ ભાર આપવો જોઇએ.
આ અંગે વધુ વિગત આપતા જયસુખભાઇ પટેલ જણાવે છે કે, એક મોરબી-માળીયા-હળવદનાટ્રાય એન્ગલ જે અનડેવલોપ છે પણ લોકેશન વાઇઝ 100 % ઉત્તમ છે જ્યાં સારી રોડ, પોર્ટ અને અન્ય રાજ્યો સાથેની કનેક્ટીવિટી અને વર્ક ફોર્સ મળી રહે તેમજ સરકારી વેસ્ટ લેન્ડ પણ માળીયા તાલુકામાં મળી શકે એમ છે. બીજું મોરબી અને વાંકાનેર બાઉન્ડ્રી એવું લોકેશન છે જ્યાં રાજકોટ, મોરબી અને વાંકાનેર કનેક્ટ થાય છે. વાંકાનેર તાલુકાના નેશનલ હાઇવે પર સરકારી વેસ્ટ લેન્ડ પણ મોટા પ્રમાણમાં મળી શકે એમ છે આથી ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાત હબ બની શકે એમ છે. જેથી આ બાબતે હાઇ લેવલ કમિટી બનાવી ચર્ચા કરવા માંગ કરી છે. અને આવતા પાંચ વર્ષમાં અંદાજે 10થી 15 હજાર કરોડના ટર્ન ઓવર સાથે એક લાખથી વધારે લોકોને સીધી રોજગારી મળી શકશે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.