રજૂઆત:સરકારી શાળાના 111 પડતર પ્રશ્ન મુદ્દે શિક્ષણ સચિવ સમક્ષ રજૂઆત

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગના પ્રશ્નોના દિવાળી પહેલા ઉકેલની ખાતરી મળી

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પડતી વિવિધ મુશ્કેલીઓનો અભ્યાસ કરી દૂર કરાવવા માટે સંગઠન દ્વારા રચના કરવામાં આવેલી સમિતિની શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે યોજાઇ હતી.

જેમાં શિક્ષકો પાસે લેવામાં આવતી વિવિધ પ્રકારની કામગીરીઓ,એકમ કસોટીઓ, સ્કૂલ ઓફ એક્સલન્સ, કમાન્ડ એન્ડ કંન્ટ્રોલનું ડેટા કલેક્શન અને CCCની કામગીરી સહિત પ્રાથમિક, માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અભ્યાસ સમિતિના કુલ 25 પૈકી 22 હાજર સભ્યો અને શિક્ષણ સચિવ વિનોદ રાવ , પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઇ જોશી માન. માધ્યમિક શિક્ષણ નિયામક એચ.એન.ચાવડા

.જી.સી.ઈ.આર.ટી.નિયામક ટી.એસ.જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં શાળામાં લેવામાં આવતી એકમ કસોટીઓ ઓછી કરવા, ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવામાં આવે, પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો બદલી થયેલા શિક્ષક મિત્રોને કોઈ બાધ વગર ઝડપથી છૂટા કરવામાં આવે,તાલુકા બહાર ગયેલા શિક્ષકોને પોતાના તાલુકામાં સમાવેશ કરવામાં આવે,વતનનો નિયમ દૂર કરી બદલીનો લાભ આપવામાં આવે,,CRC BRC ના વિષયો સહિત સંગઠન દ્વારા આપવામાં આવેલા 111 પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

જેમાથી મોટાં ભાગના પ્રશ્ન દિવાળી પહેલાં ઉકેલાશે તેવી ડો.વિનોદ રાવ તથા નિયામક મહેશભાઈ જોષીએ ખાતરી આપી હતી. માધ્યમિક શિક્ષણ, શાળા તથા શિક્ષકોના પ્રશ્નોપ્રવાસી શિક્ષક અંગેની નવી નીતિ નક્કી કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં આવી જશે. આ મુદ્દા અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ફાજલના કાયમી રક્ષણની પોલીસીની જેમ જ, ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને બદલીનો લાભ મળે તેવી પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...