તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મોરબી જિલ્લામાં કોરોના વેક્સિનેશનની તૈયારીઓ ઝડપી, ડોર ટુ ડોર સરવે પૂર્ણ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • કોરોના વેક્સિન માટેની 48000 સીરિજનો જથ્થો મળ્યો
 • બીજો જથ્થો નજીકના ભવિષ્યમાં ફાળવાશે

છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઇ લાખો લોકોનો જીવ લઈ વિશ્વને હચમચાવી મૂક્યાં છે. આ મહામારીને મ્હાત આપવા મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા સંશોધકોએ છેલ્લા 10 મહિના કરતા પણ વધારે સમયથી સંશોધન અને તેના પરિક્ષણ બાદ વેક્સિન બનાવવામાં સફળતા મેળવી છે. દેશભરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ રસી લોકોને પહોંચાડવા નિર્ણય લેતા આરોગ્ય વિભાગ પણ છેલ્લા દોઢ માસ કરતા પણ વધારે સમયથી સર્વે કામગીરી કરી રહી છે.મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લાની આરોગ્ય વિભાગ સીડીએચઓ ડો.જે.એમ કતીરા માર્ગદર્શન અને ડો.સી એલ વારેડવીયા સીધી દેખરેખમાં જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ કર્મચારીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી હતી બાદમાં જિલ્લામાં કુલ આરોગ્ય વિભાગની 900 ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી હતી જેમાં 50 વર્ષથી વંધુ વયના લોકો ગંભીર બીમારીથી પીડાતા લોકોનો સર્વે કર્યો હતો.આ સર્વે પૂર્ણ થઈ ગયો છે. આ.સર્વેમાં મોરબી જિલ્લા 50 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 2 ,00,923 નોંધાઇ છે આ સિવાય 6768 લોકો એવા સામે આવ્યા છે જેમને ડાયાબિટીસ, બીપી,શ્વાસ, કેન્સર ટીબી સહિતની બીમારીઓ છે.આ તૈયાર કરાયેલી યાદીના આધારે કોરોના રસી આપવા તંત્ર આયોજન કરશે. મોરબી જિલ્લામાં આ માટે 48,000 વેક્સિનની સીરીંજ પણ આરોગ્ય વિભાગને પૂરી પાડવામાં આવી ચૂકી છે.તો આગામી સમયના વધુ સીરીંજ તેમજ વેક્સિનનો જથ્થો આવી જશે.

વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરાઈ
ઉચ્ચ કક્ષાએથી જ્યારે પણ વેક્સિન આવે ત્યારે તેની જાળવણી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત ખાતે આવેલા કોલ્ડ સ્ટોરેજ તેમજ સીએચસી પીએચસી સુધી પહોંચાડવા તેમજ ત્યાંથી રસી સ્થળ સુધી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 48 જેટલા રેફ્રિજરેટર તૈયાર રાખવામાં આવ્યા છે. જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં 4700 લીટર રસી સાચવી શકાય તેવી વ્યવસ્થા છે.

વેક્સિનેટરની યાદી તૈયાર કરાઈ
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અગાઉ રસીકરણ કાર્યક્રમમાં વેક્સિન આપનાર વેક્સિનેટરની યાદી તૈયાર કરવામાં આવી છે. તો જિલ્લામાં 56 લોકેશન પણ લોકેટ કરાયા છે જ્યાંથી વેક્સિન માટે લોકોને બોલવાશે અને ત્યાંથી વેક્સિન આપવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો