બેદરકાર તંત્ર:પ્રી-મોન્સૂન કામગીરી સમયસર કરી નહીં, હવે થાગડ-થીગડમાં પૈસાનું પાણી કરવામાં આવશે

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીને એ ગ્રેડની પાલિકાને સફાઈ અને દવા છંટકાવ માટે સરકાર 20 લાખ આપશે !

રાજ્યમાં અલગઅલગ જિલ્લામાં સામાન્યથી લઈ અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે , તેમજ નગરપાલિકા વિસ્તારમાં તો વરસાદી પાણી ભરાવાની સમસ્યા વકરી છે ત્યારે વાહનચાલકો અને નગરજનો માટે માથાના દુખાવા સમાન સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી છે .

મોરબી સહિત રાજ્યની 156 નગરપાલિકાઓને કુલ રૂ.17.10 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યમંત્રીએ આ રૂ.17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે. આ હેતુસર રાજ્યની તમામ 156 નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવા આ ગ્રાંટ ઉપયોગમાં લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાંકીય સહાયના ધોરણો પણ નિર્ધારિત કર્યા છે.

સરકારની આ જાહેરાતથી મોરબી જિલ્લાની ચાર નગરપાલિકા મોરબી વાંકાનેર માળીયા અને હળવદમાં આર્થિક ભંડોળ મળશે જેના થકી નગરપાલિકા વિસ્તારમાં સફાઈ થશે .મોરબી જિલ્લાની સૌથી મોટી એ ગ્રેડ 13 વોર્ડ વિસ્તાર અને 3 લાખ જેટલી વસ્તી ધરાવતી મોરબી પાલિકાને રૂ 20 લાખ જેટલી આર્થિક સહાય મળશે જેનાથી શહેરી વિસ્તારોમાં વરસાદી સ્થિતિ પછીની સાફ સફાઇ અને પાણીના નિકાલ સહિતની કામગીરી કરાશે.

ગ્રાંટ આવશે ત્યાં સુધીમાં ચોમાસું વીતી જશે
​​​​​​​આ તકે એવો મુદો ઉઠ્યો છે કે સરકારે નગરપાલિકાઓને ગ્રાન્ટની જાહેરાત તો કરી દીધી પરંતુ જોવાની ખુબી એ છે કે ગ્રાન્ટ મળશે, તેનો ઉપયોગ થશે ત્યાં સુધીમાં તો ચોમાસું વીતી જશે અથવા તો વીતી જવા આવ્યું હશે, ત્યાં સુધી લોકોને જે હાલાકી ભોગવવી પડશે તે લટકામાં. પાલિકાએ સમયસર પ્રી-મોન્સૂન કામગીરી કરી નહીં, જ્યારે અષાઢ તેના ઓરિજિનલ રંગમાં જામી રહ્યો છે અને લોકોને રોડ, રસ્તા, સફાઇ, પાણી ભરાવાની જે સમસ્યા સહેવી પડી રહી છે તેનો વાસ્તવિક, નક્કર ઉકેલ ક્યારે આવશે તે સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...