વીજ કાપ:આજે અડધા મોરબીમાં વીજ પુરવઠો ખોરવાશે; મેન્ટેનન્સ કામગીરીને ધ્યાને લઇ લેવાયો નિર્ણય

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસું નજીક આવ્યાનું તંત્રને ઓચિંતા ભાન થયું

મોરબી શહેરની પીજીવીસીએલની પેટા વિભાગ 1 વિસ્તારમાં આવતા ન્યુ બસ સ્ટેશન ફીડરમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણોસર વીજ કાપ મુકવાની જરૂર રહે છે, જેથી આ ફીડરમાં આવતા શનાળા રોડ તેમજ આસપાસની સોસાયટી હાઉસિંગ બોર્ડ, ઉમિયાનગર, જીઆઈડીસી, ચિત્રકૂટ, પંચવટી,સારસ્વત ક્રિષ્ના સોસાયટી સુપર માર્કેટ,વૃંદાવન પાર્ક,વિઠ્ઠલનગર યદુનંદન ૧થી ૩ વિસ્તારમાં તા 8 ને બુધવારના રોજ સવારે 7 બપોરે 3 વાગ્યા સુધી વીજ કાપ રહશે.

પીજીવીસીએલ દ્વારા આ ફીડરમાં આવતા ગ્રાહકોને વીજકાપને ધ્યાને લઇ જરૂરી કામગીરી મંગળવારે પૂર્ણ કરી લેવા તેમજ મોબાઈલ કે અને બેટરીવાળા સાધન ચાર્જ કરી લેવા અપીલ કરવામાં આવી છે અને સંબંધિતોને મેસેજ મોકલીને આ બાબતે જાણ કરી દેવામાં આવી છે.

જો કે ઔદ્યોગિક વિસ્તારમાં આ વીજકાપની અસર ઓછી દેખાશે, આથી ઉત્પાદન પર ગંભીર અસર નહીંવત જ હશે તેમ છતાં મેન્ટેનન્સની કામગીરીને ધ્યાને લઇ અડધા શહેરમાં વીજકાપ લાદી તંત્ર આગામી ચોમાસામાં અચાનક આવી પડેલી આપત્તિઓ સિવાય નિયમિત વીજળી પૂરી પાડી શકે તેવી સજ્જતા મેળવી લેશે તેમ તંત્રની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...