આકાશી આફત:મોરબી પથંકમાં વીજળી કહેર બનીને તૂટી પડી; એક તરુણનું અને એક પશુનો મોત તેમજ એક ઈજાગ્રસ્ત

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી પથંકમાં મેઘરાજાએ આખો દિવસના ઉકળાટ બાદ દે ધના ધન વરસ્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ વીજળી પડવાના પણ સમાચાર મળ્યા છે. જેના લીધે એક તરુણ મોત, એક પશુનો મોત તેમજ એક ઈજાગ્રસ્ત થયો છે. તો એક મકાનમાં પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જીલ્લાના બે ડેમોમાં પાણીની આવક વધવાથી નીચાણવાળા ગામોને એલર્ટ પણ કર્યા છે.

માળિયાના હરિપર નજીક દેવ સોલ્ટ પાસે આવેલ હબીબ નથુ મોવર સોલ્ટ વર્કસમાં વીજળી માથે પડતા 13 વર્ષીય રોહિત સુખભાઈ પાટડીયાનું મોત નીપજ્યું છે. જ્યારે 21 વર્ષીય રમેશ મહાદેવભાઈને ઇજા પહોંચી છે. બનાવ બાદ રોહિતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે રમેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે જાણ થતાં મામલતદાર અને પોલીસ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે વાકાનેર તાલુકના કોટડાનાયાણી ગામના મકાનમાં વીજળી પડતા ઘરને નુકશાની પહોંચી હતી. હળવદ તાલુકના કોયાબા ગામે વીજળી પડવાથી એક ભેસનું મોત થયું હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે.

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો
મોરબી પથંકમાં સાર્વત્રિક વરસાદના કારણે મચ્છુ-3 ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જેને પગલે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. મચ્છુ-3 ડેમમાં 467 ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. તે માટે ડેમનો એક દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે.

ટંકારા તાલુકાનો ડેમી-2 ઓવરફ્લો હોવાથી 10 ગામોને એલર્ટ કરાયા
ટંકારા પંથકમાં આજે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે નસિતપર ગામે આવેલ ડેમી-2 ડેમમાં 2206 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ હાલ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, મોટા રામપર, આમરણ, બેલા, ધૂળકોટ, કોયલી, ટંકારા તાલુકાના નાના રામપર, નસિતપર અને જોડિયા તાલુકાના માવનું ગામ મળી કુલ 10 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

મોરબી જીલ્લામાં છેલ્લા ચાર કલાકમાં ટંકારામાં સૌથી વધુ વરસાદ
મોરબી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો હતો. સાંજે 6 થી 10 દરમિયાન સૌથી વધુ ટંકારામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાંકાનેર અને માળિયામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.

• ટંકારા – 6 મિમી

• માળિયા – 20 મિમી

• મોરબી- 3 મિમી (તાલુકો)

• વાંકાનેર – 20 મિમી

• હળવદ – 6 મિમી

અન્ય સમાચારો પણ છે...