વીજકાપ:બગથળા અને કાંતિપુરમાં વીજકાપ, ગ્રામજનોમાં રોષ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય કરવા રાજ્યના ઊર્જામંત્રીને કરી રજૂઆત
  • વીજકાપની સમસ્યાથી ઉદ્યોગકારો પરેશાન

મોરબી તાલુકાના બગથળા અને કાંતિપુર ફીડરમાં અવારનવાર પાવરકાપની સ્થિતિ જોવા મળે છે જે વારંવારનો પાવરકાપ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે મોરબી વીજ સર્કલ કચેરીના ટંકારા સબ ડીવીઝન હેઠળ બગથળા-કાંતિપુર ફીડર આવેલ છે જે ફીડરમાં અનેક નાની ફેકટરીઓ આવેલ છે ફીડરમાં વારંવાર પાવર કાપ આવે છે અવારનવાર લાઈટ જતી રહે છે.

જેથી આ વિસ્તારમાં આવેલ ફેકટરીના માલિકોને ઉત્પાદન મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે અને પાવર કાપને પગલે નુકશાની સહન કરવી પડે છે જેથી ફીડરમાં વારંવાર લાઈટ જવા જવાના બનાવો બંધ થાય તેવું આયોજન કરવા સંબંધિત વિભાગને આદેશ કરીને ફીડરમાં નિયમિત પાવર આવતો રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો.ના કે.ડી બાવરવાએ રાજ્યના ઉર્જામંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...