વીજકાપ:આજે મોરબીમાં વાવડી રોડ, હોસ્પિટલ ફીડરમાં વીજકાપ

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસું આવી પહોંચ્યું તોયે તંત્રનું કામ ન ખૂટ્યુ

ચોમાસુ નજીક આવતાની સાથે મોરબીમાં પીજીવીસીએલ દ્વારા અલગ અલગ વિસ્તારમાં લાઈન મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે અલગ અલગ સ્થળે અલગ અલગ દિવસે વીજ કાપ મૂકવામાં આવી રહ્યો છે.

આ અગાઉ પણ મોરબીના શનાળા રોડ વિસ્તારમાં વીજ કાપ મુકવામાં આવ્યો હતો ત્યારે આજે તા. ૧૨ને રવિવારે રોજ પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પીટલ ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

જેની આ ફીડરમા આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્તી સોસાયટી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે જેની સંબંધિતોએ નોંધ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...