ગ્રામ પંચાયત ચૂંટણી:મોરબીની 197 પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન‎, 700થી વધુનો પોલીસ સ્ટાફ તૈનાત‎

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડિસ્પેચ અને રિસિવિગ સેન્ટર પરથી કર્મચારીઓ મતદાન મથક પર જવા રવાના થયા. - Divya Bhaskar
ડિસ્પેચ અને રિસિવિગ સેન્ટર પરથી કર્મચારીઓ મતદાન મથક પર જવા રવાના થયા.
  • 2000થી વધુ કર્મચારીઓ મતપેટી અને સાહિત્ય સાથે બૂથ પર રવાના

મોરબી જિલ્લામાં યોજાનારી 197 ગ્રામ પંચાયત માટે રવિવારે કુલ 405 બુથ પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ માટે સ્થાનિક ચૂંટણી શાખા દ્વારા હાલ ચૂંટણીને લઈ તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.તેમજ અલગ અલગ કામગીરી માટે કુલ 2000થી વધુ કર્મચારીની નિમણુંક કરવામાં આવી છે. આ કર્મચારીઓ મતદાન પ્રકિયા સાથે જોડાયેલી અલગ કામગીરી કરશે.મોરબી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં કુલ પાંચ સ્થળે રિસિવિંગ અને ડિસ્પેચ સેન્ટર રાખવામાં આવ્યા છે.

જેના પરથી શનિવારે કર્મચારીઓ દ્વારા મતપેટી, મતદાર યાદી, મતપત્રકો, શાહી સહિતનું સાહિત્ય લઈને રવાના થયા હતા અને તેઓને ફાળવવામાં આવેલ બૂથ પર પહોંચ્યા હતા. તો જિલ્લામાં સંવેદનશીલ બૂથ સહિતના તમામ બૂથ પર 700થી વધુનો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ઘૂંટુ પોલીટેકનિક કોલેજ ખાતેથી આર.ઓ.સહિતનો સ્ટાફ રવાના થઈ ગયો છે અને જુદાજુદા ઝોનના અધિકારીઓ સહિતના સ્ટાફને ફાળવી દેવામાં આવ્યા છે.

આ સમગ્ર ચૂંટણી કામગીરી ડે. કલેકટર ઝાલા અને મામલતદાર જાડેજાની નિગરાની હેઠળ કરવામાં આવશે. હવે રવિવારે તમામ બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થશે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે બાદમાં તમામ પ્રકિયા પૂર્ણ કરી મતપેટીઓ ફરી જે તે તાલુકાના ડિસ્પેચ સેન્ટરમાં સોંપશે.બાદમાં 21મીના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજિયાત‎
ગ્રામ પંચાયતની ચૂંટણીના સંદર્ભે મોરબી તાલુકાના રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર સરકારી પોલીટેક્નિક કોલેજ ઘુંટુ ખાતે નક્કી કરવામાં આવ્યું છે અને મોરબી તાલુકાના 18 આર.ઓ.દ્વારા 16 ઝોનલ મારફતે મતદાન ટુકડીઓને મતદાન બુથ ઉપર મોકલવામાં આવી છે. આવતીકાલે મોરબી તાલુકાના 48 ગામોના 148 બુથ ઉપર મતદાન થશે.આથી આજે મતદાન ટુકડીઓ કોવિડની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનિટાઈઝ તેમજ વેક્સિન સાથે મોકલવામાં આવી છે. તેમજ મોરબી તાલુકાના જે સંવેદનશીલ મતદાન મથકો છે. એમાં સુરક્ષા વધારી વધારાનો પોલીસ સ્ટાફ પણ ફાળવી દેવાયો છે. આમ મોરબી જિલ્લા વહીવટી તંત્ર આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તમામ તૈયારી પૂર્ણ કરી સજ્જ બન્યું છે.તેમ દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...