ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો:મોરબીના પંચાસર રોડના નાકેથી કાર અને રીક્ષામાંથી વિદેશી દારૂ સાથે પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો, 4.50 લાખનો મુદામાલ જપ્ત

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરના પંચાસર રોડના નાકા પાસેથી સીએનજી રીક્ષા અને સ્વીફ્ટ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય પોલીસે રેડ કરીને કાર, સીએનજી રીક્ષા તેમજ દારૂનો જથ્થો અને મોબાઈલ સહીત 4.50 લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે. જયારે એક આરોપી નાસી ગયો હતો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતી પ્લોટ મેઈન રોડ પર પંચાસર રોડના નાકા પાસેથી સીએનજી રીક્ષા અને સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઝડપી લેવામાં આવી હતી અને પોલીસને જોઇને કારનો ચાલક નાસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી સીએનજી રીક્ષા કીંમત રૂ 40,000 સ્વીફ્ટ કાર કીંમત રૂ. 2.50 લાખ તેમજ ઈંગ્લીશ દારૂ 396 બોટલ અને બીયર નંગ 48 અને મોબાઈલ મળીને કુલ રૂ.4,50,400 ની કિંમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તેમજ રીક્ષા ચાલક વરીશઅલી સલમાનઅલી બુખારી (ઉ.વ.22) રહે વિસીપરા કુલીનગર 1 મોરબી વાળાને ઝડપી લીધો હતો. તો કારનો ચાલક નાસી ગયો હોય જે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...