વિધાનસભાની ચૂંટણી 2022:વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ; સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત કરી

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં વિધાનસભા ચૂંટણીના અનુસંધાને તાલુકા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ મોરબી જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થવા માંડ્યો છે. આ સમયે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અતિ મહત્વનું પરિબળ માનવામાં આવે છે. જેમાં ચૂંટણી સમયે શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહેએ માટે વાંકાનેર તાલુકા પોલીસના સબ ઈન્સ.વી.આર.સોનારાના નેતૃત્વમાં પોલીસકર્મીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું.

જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓના કાફલાએ ફૂટ પેટ્રોલિંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વિધાનસભા ચૂંટણી 2022ની લોકોમાં જાગૃતિ રહે, તેમજ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય, તેમજ કાયદો અને વ્યવસ્થાને લગતી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...