તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોરબીમાં કોંગ્રેસના કાર્યકર પર હુમલાની ઘટનામાં પોલીસ ફરિયાદ

મોરબી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દેવાભાઈ અવાડિયાના ભત્રીજા સહિત 8 શખ્સ વિરુદ્ધ કાર્યવાહી થશે

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ સોસાયટી પર રહેતા કોંગ્રેસ કાર્યકર કનુંભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના ઘરે સોમવારે મોડી સાંજે હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ આતંક મચાવ્યો હતો. આરોપીઓએ ધોકા પાઇપ જેવા હથિયારથી બન્ને ભાઈ પર હુંમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ બનાવમાં કાળુંભાઈના ભાઈ હરિભાઈ એ ડિવિઝન પોલીસ સમક્ષ મોરબી પાલિકાના વોર્ડ 1 ના ભાજપના ઉમેદવાર દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય 6 જેટલા અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના ભાઈ કાળું ભાઈ ઉર્ફે કર્નલભાઈને સવારે સેવા સદન ખાતે દેવભાઈ સાથે માથાકુટ થઈ હતી જેનો ખાર રાખી આરોપીઓએ તેના પર જીવલેણ હુમલો કરી બન્ને ભાઈઓને ઇજા પહોંચાડી હતી.બનાવ અંગે પી.આઈ બીપી.સોનારાએ તપાસ હાથ ધરી આ બનાવમાં પોલીસે દેવભાઈના ભત્રીજા વિપુલ અવાડિયા,ઇમરાન જેડા,કાનભા ગઢવી, રસિક જામ,અસલમ.શેખ અને જુનેદ ઉર્ફે લાલાને ઝડપી લીધા હતા. અને કોવીડ ટેસ્ટ કરાવી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો