ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની!:મોરબીના સામાકાંઠે દુકાનમાં વિદેશી દારૂનો વેપાર કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં દુકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ઈંગ્લીશ દારૂની 120 બોટલનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે.

મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સામાકાંઠે હાઈવે પર સર્વિસ રોડ પર જોગ ગુરુદેવ હોટેલ પાછળ આવેલ દુકાનમાં આરોપી સુરેશ ભૂપત રાઠોડ અને અર્જુનસિંહ દિલુભા ઝાલા એમ બંને ઇસમોએ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો. જેમાં દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 120 કીમત રૂ.72,000 મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે લઈને આરોપી સુરેશ ભૂપત રાઠોડ રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી 02 અને અર્જુનસિંહ દિલુભા ઝાલા રહે મહારાણા પ્રતાપ સોસાયટી મોરબી 02 એમ બે આરોપીને ઝડપી લીધા હતા. જયારે અન્ય આરોપી કણભા મનુભા પરમાર રહે પાળીયાદ બોટાદ વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...