બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો:હળવદમાંથી બાંગ્લાદેશના શખ્સને પાસપોર્ટ, વિઝા વિના શંકાસ્પદ હાલતમાં પોલીસે ઝડપ્યો

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદના દરબાર નાકાના મેઈન બજાર પાસેથી રખડતા ભટકતા એક બાંગ્લાદેશી ઈસમને શંકાસ્પદ હાલતમાં રખડતો મળી આવ્યો હતો. જેને હળવદ પોલીસ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લામાં 26મી જાન્યુઆરી અનુસંધાને વિસ્તારમાં પેટ્રોલિંગ હતી. જેમાં મહેશભાઇ નારણભાઇ બાલાસરા, રણજીતસિહ અરજણભાઇ રાઠોડ સહિતની ટિમ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન દરબાર નાકા મેઈન બજાર પાસે આવતા એક અજાણ્યો ઈસમ રખડતો ભટકતો મળી આવ્યો હતો. જે ઇસમને પુછપરછ કરતા પોતે કાંઈ જણાંવતો ના હોય અને તેની ભાષા બાંગ્લાદેશી જેવી લાગતા તેને વધુ પુછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી અને એસ.ઓ.જી. સાથે મળી પુછપરછ કરતા શકાસપદ વ્યક્તિ નામ સુજલ ઉર્ફે ડેવીડ રવિ મુસ્લીમ ઉવ.26 , મુળ વતન- સુંદરઘાટ પાસે, મરઘાટ, ડાયમંડ મીઠાના કારખાનામાં, પોલીસ સ્ટેશન મદરપાટ, જિલ્લો ઇટ્ટાગ્રામ, કોનાપુરી નદી પાસે, બાંગ્લાદેશનો હોવાનું જાણવા મળ્યું હતુ.

તેની પાસે ભારતમાં પ્રવેશ કરવા અંગે પાસપોર્ટ, વિઝા કે અન્ય કોઈ કાગળો ન હોય જેથી તેણે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશત્તા ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરી અને છેલ્લે હળવદ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં રખડતો ભટકતો મળી આવ્યો હતો. જેથી તેના વિરૂધ્ધમાં ફોરેનર્સ એકટ 1946 ની કલમ-14 a(b) મુજબ ગુનો 20, આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...