તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:જેતપર ગામમાં ઝેરી દવા પી યુવકે આપઘાત કર્યો

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગમ્યકારણોસર પગલું ભરી જીવન ટૂંકાવ્યું
  • મોરબી સિવિલમાં સારવારમાં દમ તોડ્યો

મોરબીના જેતપર ગામના એક શ્રમિકે અગમ્ય કારણસર ઝેરી દવા પો લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના જેતપર ગામની સીમમાં રહેતા અને મજુરી કામ કરતા કાન્તિભાઇ ગણપતભાઇ નાયક નામના શ્રમિકે કોઈ કારણોસર મંગળવારના રોજ ઝેરી દવા પી લીધી હતી. આથી તેને પ્રથમ જેતપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઇ જો કે ગંભીર સ્થિતિ જણાતા બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ આપઘાતના બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...