બાળકોને બચાવવા ઝુંબેશ:મોરબી જિલ્લામાં 167 સ્થળે આજથી ન્યુમોકોકલ વેક્સિનેશનનો પ્રારંભ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યુમોનિયા, મેનિન્જાઇટિસ જેવી ઘાતક બીમારીથી બાળકોને સુરક્ષિત રાખવા આરોગ્ય વિભાગની ટીમ દર બુધવારે બાળકોને આપશે વેક્સિન

રાજય સરકારની સૂચના મુજબ તારીખ 20 ને બુધવારથી ન્યુમોનિયા ન્યુમોકોકલ વેક્સિન આપવાની કામગીરીનો શુભારંભ થવાનો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આગામી તારીખ 20 ને બુધવારના રોજથી ન્યુમોકોકલ વેક્સિન આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે. અને ત્યાર પછીના તમામ મમતા દિવસમાં આ રસીનો રૂટીન રસીકરણમાં સમાવેશ કરવામાં આવશે.

ન્યુમોનિયા રોગ એક વ્યકિતથી બીજી વ્યકિત સુધી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે. (જેમ કે ખાંસી અથવા છીંક ખાવાથી). તે ન્યુમોકોકલ વેક્સિન છ અઠવાડિયાની ઉંમરથી કે જયારે શીશુઓને રોગોનું જોખમ સૌથી વધારે હોય છે તે સમયથી બાળકોની રક્ષા કરે છે. આ રસી ન્યુમોકોકલ રોગના સૌથી ગંભીર પ્રકાર જેવા કે ન્યુમોનિયા, મેનિન્જાઈટીસ અને બેકટેરેમિયા વિરુદ્ધ રક્ષા કરે છે. માટે બાળકોને આ ન્યુમોકોકલ વેક્સિન (PCV)નો 6 અઠવાડિયાની ઉંમરે (દોઢ માસ) પ્રથમ ડોઝ, 14 અઠવાડિયાની ઉંમરે (સાડા ત્રણ માસ) બીજો ડોઝ તથા 9 મહિનાની ઉમરે બુસ્ટર ડોઝ આપવામાં આવશે. અને આવા ગંભીર રોગ સામે રક્ષણ આપવામાં આવશે.

ન્યુમોકોકલ વેક્સિનનો સ્ટોક મોરબી જિલ્લા આવી ગયો છે. અને તારીખ 20ને બુધવારના રોજથી મોરબી જિલ્લામાં 6 અઠવાડિયા (દોઢ માસ)ની ઉંમર ધરાવતા બાળકોને આ રસીનો પ્રથમ ડોઝ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે.આ માટે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરાયું છે. જિલ્લાના અલગ અલગ 164 કેન્દ્રમાં રસી આપવામાં આવશે. જેથી ન્યુમોકોકલ વેક્સિન માટે યોગ્ય ઉમર ધરાવતા બાળકોને ન્યુમોકોકલ વેક્સિન અપાવી ન્યુમોકોકલ રોગના સૌથી ગંભીર પ્રકાર ન્યુમોનિયા, મેનિન્જાઈટીસ અને બેકટેરેમિયા જેવા રોગો સામે રક્ષણ અપાવવા મોરબી જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ.કતીરા તેમજ હિરાભાઈ ટમારીયા ચેરમેન, આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત મોરબી તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી, ડૉ. વિપુલ કારોલીયાએ મોરબી જિલ્લાનાં આવા બાળકોના વાલીઓને અપીલ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને ન્યુમોનિયા બીમારી અને તેનાથી થતા મોતથી બચાવવા અલગ અલગ રાજ્યમાં નિઃશુલ્ક પીસીવી રસી અપાઇ છે. ગુજરાતમાં બાળકોને નિઃશુલ્ક રસી આપવામા આવશે.

માસિક 1500 બાળકને રસી દેવાનો અંદાજ
ન્યુમોકોલ વેક્સિન નાના બાળકોને અપાઇ છે. આ રસી બાળકોને ઓરી, પોલિયો સહિતની જે રસી આપવામાં આવે છે ત્યારે જ સાથે જ આપવાની રહે છે. અને તેના માટે અગાઉથી તમામ સેટ અપ તૈયાર છે હવે જ્યારે પણ નાના બાળકોને રસી આપવામાં આવશે ત્યારે વધુ એક રસી ઉમેરો થશે સામાન્ય રીતે એક મમતા દિવસે જિલ્લામા અંદાજીત 500જ જેટલા બાળકોને રસી આપવામા આવતી હોય છે એટલે કે ત્રણ મમતા દિવસે 1500 જેટલું વેક્સિનેશન થાય છે. ક્યારેક વધુ કે ઓછા પ્રમાણમાં રસી અપાશે, અને સ્ટોક પૂરતો હાથ પર રખાશે તેમ વેક્સિનેશન પ્રોગ્રામ. ઓફિસર ડો.વિપુલ કારોલીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...