તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયંભૂ જાગૃતિ રંગ લાવી:સુખદ સ્થિતિ, મોરબીના 3 ગામમાં કોરોના પોઝિટિવના ત્રણ જ કેસ

મોરબી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કુંતાસી, રાજપર, હજનાળીમાં એક તબક્કે 40 કેસ હતા

મોરબીમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાની સ્થિતિ આંશિક કાબુમાં આવતી જાય છે. સરકારી-ખાનગી હોસ્પિટલો તથા કોરોના કેર સેન્ટરોમાં હવે દર્દીઓની સંખ્યા ઓછી થતી જાય છે અને નવા દર્દીઓને બેડ મળી રહ્યા છે તેવામાં મોરબીના ત્રણ ગામોની સ્થિતિ ખૂબ જ સારી જણાઈ આવી છે. ભાસ્કરની ટીમે કુંતાસી, રાજપર અને હજનાળી ગામની મુલાકાત લીધી ત્યારે આ વિગતો સામે આવી હતી. સ્વયંભુ લોકડાઉન, માસ્ક અને સેનિટાઇઝેશન અંગેની જાગૃતિના લીધે આજે આ ગામમાં માત્ર એક એક કેસ જ જોવા મળી રહ્યા છે. એક સમય હતો કે અહીં પણ દરરોજના 30 થી 40 કેસ આવતા હતા પરંતુ સરપંચ અને આગેવાનોની જાગૃતિ અને લોકોના સહયોગથી આ શક્ય બન્યું છે.

મોરબીના કુંતાસી, રાજપર(કું) તથા હજનાળી ગામમાં અનુક્રમે ૧૮૦૦, ૭૩૪ અને ૧૨૫૦ જેટલી વસ્તી છે આ ત્રણેય ગામોમાં આજથી બે સપ્તાહ પહેલા ૩૦ થી ૪૦ કેસો નોંધાયા હતા પરંતુ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, સેનિટાઇઝેશન, કડક નિયમો તથા સ્વયંભૂ જાગૃતિના પગલે આજે ત્રણેય ગામોમાં થઈને માત્ર ત્રણ જ એક્ટિવ કેસ છે એ પણ સુધારાની સ્થિતિમાં છે. આ અંગે કુતાસીના સરપંચ લક્ષ્મણભાઈ ભાભી, રાજપર કુંતાસીના સરપંચ મનોજભાઈ ધોરીયાણી અને હજનાળીના સરપંચ અનુબેન પારેજીયાએ ગામની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી.

70 ટકાથી વધુ રસીકરણ
આ ત્રણેય ગામમાંથી માત્ર કુંતાસીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, તેમ છતાં ત્રણેય ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ નિયમિત મુલાકાત લે છે. આ ગામમાં રસીકરણ અંગે પણ જાગૃતિ છે. જેથી 45 વર્ષથી ઉપરના 70 ટકા લોકોએ વેક્સિનેશન કરાવી લીધું છે. બાકીના પરિવારોમાં કોરોના હોવાથી રસીકરણ થઈ શકયુ નથી. જે ટૂંક સમયમાં થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો