આયોજન:ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ કથાનું આયોજન

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના માનવ મંદિરમાં અપાશે 200 નિરાધારોને આશરો

મોરબી જિલ્લામાં પાટીદાર પરિવારના અંધ, અશક્ત, નિરાધાર 246 વ્યક્તિ છે જેના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા દ્વારા માસિક હજાર રૂપિયા ઉપરાંત રાશન કીટ,કપડાં, દવા વગેરે અર્પણ કરેે છે. એ રીતે જીવન નિર્વાહ કરાઇ છે, પણ સ્વ.ઓ.આર.પટેલનું સ્વપ્ન હતું કે નિરાધારોની જરૂરિયાત, નિભાવ માટે એવું કંઈક નિર્માણ કરીએ કે જ્યાં આશરો મળી રહે એવું સ્થાપત્ય નિર્માણ કરવાનું બીડું પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા ઉપપ્રમુખ વગેરે ટ્રસ્ટીઓએ ઝડપ્યું.

લજાઈ પાસે 40 વિઘા જમીનમાં 80 રૂમ ધરાવતું અને 200 નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું અદ્યતન સુવિધા ધરાવતું 12 કરોડના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે માનવતાના આ મહા યજ્ઞમાં 5 લાખથી ઉપર દાન આપનાર 125 દાતા અને પચાસ હજારથી પાંચ લાખ સુધીનું દાન આપનાર 350 દાતાના સન્માનાર્થે આ કથાનું આયોજન કર્યું છે.

21 મી મે 2022 ના રોજ સાંજે 6.30 વાગ્યે રવાપર ગામે કષ્ટભંજન હનુમાનજી મંદિરેથી મુખ્ય પોથી સહિત 151 પોથી સાથે ભવ્ય પોથીયાત્રા નીકળશે. દરરોજ કથાના પ્રારંભે 10 થી 12 દાતાનું બહુમાન કરાશે. કથા વિરામના સમયે દરરોજ વક્તા દ્વારા 51 હજારથી 5 લાખ સુધીના દાતાનું સન્માન કરાશે. આ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ, શ્રવણ યાત્રા,સીતારામ વિવાહ,કેવટ પ્રસંગ, શબરી પ્રસંગ સહિતના પ્રસંગો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...