નેશનલ હાઇ-વે પર સ્થિતિ બદતર:20 દિવસ પૂર્વે જ બનેલા રોડમાં ખાડા, 7.5 કરોડનો ખર્ચ પાણીમાં

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાના સામાન્ય વરસાદથી રોડ પર ખાડા પડી ગયા અને પાણી ભરાવવા લાગ્યા. - Divya Bhaskar
ચોમાસાના સામાન્ય વરસાદથી રોડ પર ખાડા પડી ગયા અને પાણી ભરાવવા લાગ્યા.
  • મોરબી નેશનલ હાઇવેથી ગાળા-શાપર સુધીના રોડ માટે વર્ષ 2019માં 9.5 કરોડનો ખર્ચ મંજૂર થયો હતો પણ નીચા ભાવે આવેલું 7.5 કરોડનું ટેન્ડર મંજૂર કર્યું હતું

મોરબી નેશનલ હાઇવેથી ગાળા- શાપર સુધીના રોડમાં આવ્યો છે. આ રોડ હજુ તો 20 દિવસ પહેલા જ બન્યો ત્યાંતો તેમાં ખાડા પડી ગયા છે.આ રોડ વર્ષ 2019માં 9.5 કરોડના ખર્ચે મંજુર થયો હતો. પણ રોડ માટે નીચા ભાવે આવેલું રૂ. 7.5 કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. રોડ હજુ 20 દિવસ પહેલા જ બનીને તૈયાર થયો હતો. જોકે સામાન્ય વરસાદમાં રોડમાં ખાડા અને ડામર ઉખડી ગયો હોવાનું સામે આવ્યું છે.

મોરબી શહેરમાં સફાઈ સ્ટ્રીટલાઈટ બાદ જો સૌથી મોટી સમસ્યા હોય તો તે ઉબળ ખાબળ રસ્તા છે શહેરમાં એક તો સાંકડા રસ્તા અને તેની બન્ને સાઈડ દબાણના કારણે વાહન ચલાવવા માટે ખુબ ઓછો રસ્તો બચે છે .જેમાં દર વર્ષે ચોમાસાના સામાન્ય વરસાદથી પણ પાણી ભરાવવા લાગે છે. અને આ પાણી ભરાતા રસ્તા નબળા બની જતા ઠેરઠેર મસમોટા ગાબડા પડી જતા હોય છે. અને તેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની જાય છે. શહેરમાં તાજેતરમાં બનેલા રોડમાં પણ ગાબડા પડવાના શરૂ થઈ જતા કોન્ટ્રકટર દ્વારા કેવી ગુણવત્તાનું કામ કર્યું તેનો ખ્યાલ આવી જાય છે. શહેરના અનેક રોડ પર ખાડા પડી ચુક્યા છે તો કેટલાક રોડ ડામર ઉખડવાનું શરૂઆત થઈ ચુક્યું છે. અને આગામી દિવસોમાં તેના કારણે મસમોટા ખાડા પડે તો નવાઈ નહિ શહેરમાં રોડની ગુણવતા બાબતે સૌથી વંધુ બદનામ હોય તો તે શહેરનો ગાંધી ચોક વિસ્તાર છે અહીં સિવિલ હોસ્પિટલના ગેટ સામેના ભાગે રોડ બન્યાના ગણતરીના દિવસોમાં પાણી ભરાવવા લાગે છે. ત્યારબાદ તેમાં ગાબડા પડવાનું શરૂ થઈ જાય છે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ગેટથી વિજય સિનેમા, શાક માર્કેટ ચોકથી નગરપાલિકા ગેટ સુધી વિસ્તાર, માધાપરના ગેટ પાસે, અયોધ્યા પુરી રોડ પર મચ્છુ માતા મંદિર સામે, બેઠા પુલના બન્ને છેડા પર, સામાં કાંઠે નટરાજ ફાટક આસપાસ ,કલેક્ટર કચેરી રોડ પર જૂની પોસ્ટ ઓફિસ સામે ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેશન વિસ્તાર વગેરે અનેક સ્થળ પર વરસાદી પાણી ભરાવવાના કારણે ડામર ઉખડી જતા હવે તેમાં ગાબડા પડવા લાગ્યા છે. જેના કારણે વાહન વ્યવહારને અસર થતા અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ છે. ચોમાસા બાદ કોન્ટ્રકટરના મસમોટા બિલ પાસ કરાવવા માત્ર કપચી અને માટી નાખી કામગીરી આટોપી દેતું તંત્ર આ રસ્તા પર કાયમી ધોરણે ઉકેલ લાવવાનું જાણે સૂઝતું ન હોય તેવી સ્થિતિ બની ચુકી છે.

મોરબી નેશનલ હાઇ-વે પર પણ સ્થિતિ બદતર બની
મોરબી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં ટ્રકની અવર જવર રહે છે આ ઉપરાંત ફોર વહીલ પેસેન્જર વાહન તેમજ ટુ વ્હીલ વગેરેની પણ અવર જવર ખૂબ વધારે રહે છે જૉ કેનેશનલ હાઇવે ઓથોરિટીને જાણે માત્ર ટોલ ટેકસ લેવામાં જ રસ હોય તેમ રોડની મરમત માટે પુરતું ધ્યાન આપવામાં આવતું નથી. મોરબી નેશનલ હાઇવે પર લખધીરપુર જવાના રસ્તાથી લઈ નિર્માણધીન ફૂટ ઓવરબ્રિજ સુધી કેટલાય દિવસોથી વરસાદી પાણી ભરાયેલ છે.આ પાણીના નિકાલ માટેની ગટર પર જ બ્રિજના કોલમ ઉભા કરવામાં આવતા હાલ પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો જેના કારણે રોડ પર પાણી ભરાતા અને તેમાં ભારે વજનવાળા વાહન ચાલતા રોડ બેસી ગયો છે અને ત્યાં ખાડા પણ થઈ ગયા છે આ કારણે અહીંથી નીકળતા વાહન ચાલકો ખાસ કરીને બાઈક ચાલકો પડી જતા હોવાના બનાવ વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...