ABVP દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત:મોરબીમાં બી.એડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ટેટ 1-2 પરીક્ષાને લાયક ગણવાની માગ સાથે કલેકટરને આવેદન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એબીવીપી મોરબી દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી બીએડના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાયક ગણવાની માંગ કરવામાં આવી હતી.

જે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા ગત દિવસોમાં TET-1 અને TET-2ની પરીક્ષા જાહેરાત કરવામાં આવી છે. જે પરીક્ષાની માંગ વિદ્યાર્થી પરિષદ લાંબા સમયથી કરતુ આવ્યું છે. ત્યારે પરીક્ષાની જાહેરાતનું સ્વાગત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં યોજાનાર TET 1-2ની પરીક્ષામાં NCTEના પરિપત્ર તેમજ કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જે રીતે CTET પરીક્ષામાં બીએડના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પરીક્ષા આપવાની તક મળે છે. તેમજ કેન્દ્ર સરકારના ભરતી પ્રક્રિયા પ્રમાણે આગામી સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાનાર TET 1-2 ની પરીક્ષા આપવા માટેની શૈક્ષણિક બીએડના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી સકે તે પ્રકારની જોગવાઈ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે અને યોગ્ય નિર્ણય કરવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...