• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • People Were Thrashing Around, Some Were Falling Down, Some Were Hanging, The Scenes Of Children And Women Were Very Frightening.

170નો જીવ બચાવનાર બજરંગદળની ટીમે કહ્યું:ચારેબાજુ લોકો તરફડિયાં મારતા હતા, કોઈ નીચે પડ્યા તો કોઈ લટકતા હતા, બાળકો અને મહિલાઓનાં દૃશ્યો બહુ ભયજનક હતાં

મોરબીએક મહિનો પહેલા

મોરબી માટે ગઇકાલનો સન્ડે 'બ્લેક સન્ડે' સાબિત થયો છે. વીકેન્ડને એન્જોય કરવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી છે. ત્યારે આ દુર્ઘટનાને નજરે જોનાર બજરંગદળના કાર્યકર્તા ચિરાગ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'જેવો પુલ તૂટ્યો એવા અમે દોડ્યા, અનેક લોકો ચારેબાજુ તરફડિયાં મારતા હતા. કેટલાક લોકો નીચે પડ્યા હતા, કેટલાક લટકતા હતા. અમે બચાવ કામગીરી કરતા હતા, ત્યાં તંત્ર પણ આવી ગયું. તરફડિયાં મારતાં બાળકો અને મહિલાઓનાં દૃશ્યો બહુ ભયજનક હતાં. અમે 170 જેટલા લોકોને બચાવ્યા'

નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ છેલ્લા 12 કલાકથી બચાવ કામગીરી કરી રહી છે.
નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ છેલ્લા 12 કલાકથી બચાવ કામગીરી કરી રહી છે.

ખિલખિલાટ વચ્ચે અચાનક જ ચીસાચીસ શરૂ થઈ ગઈ
રવિવારની સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો, ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા, જેમાંથી 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. હજુ પણ બે લોકો ગાયબ છે. છેલ્લા 12 કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ બચાવ કામગીરી કરી રહીં છે. દુર્ઘટના પછી મોરબી શહેર આંસુઓ સાથે આખી રાત જાગતું રહ્યું હતું. દિવાળી નિમિત્તે શહેરમાં રોશનીઓ કરવામાં આવી હતી એ ઉતારી લેવામાં આવી છે. મોરબીમાં સેવાભાવીઓ, તંત્ર, હોસ્પિટલ સ્ટાફ, પોલીસ વગેરેએ ખડેપગે રહીને સારવાર, રેસ્ક્યૂની કામગીરી કરી છે અને ઘટનાના કલાકો પછી પણ ગુજરાત સ્તબ્ધ છે.

હજુુ પણ બચાવ કામગીરી ચાલુ.
હજુુ પણ બચાવ કામગીરી ચાલુ.

બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે: હર્ષ સંઘવી
પુલ તૂટ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક નેતાઓ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને મોરબી દોડી ગયા હતા. ઘટનાનું નિરીક્ષણ કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું, તો હર્ષ સંઘવી હજુ પણ મોરબીમાં છે અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમણે સવારે 8 વાગ્યે જણાવ્યું હતું કે અનેક લોકોને બચાવી લેવાયા છે. જોકે હજુ પણ બે લોકો ગાયબ છે. બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે.

મોરબી શહેર આખી રાત એમ્બ્યુલન્સના સાયરન્સના અવાજોથી ગુંજી ઊઠ્યું.
મોરબી શહેર આખી રાત એમ્બ્યુલન્સના સાયરન્સના અવાજોથી ગુંજી ઊઠ્યું.

પાલિકાએ ઓરેવા કંપની પર આક્ષેપ કર્યો
મોરબી પાલિકાએ ઓરેવા કંપની પર આક્ષેપ કર્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રિનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબૂતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજૂબત છે? એની ગુણવત્તા ચકાસ્યા વગર આવું કરી શકાય નહીં. હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...