આગાહી:મોરબીમાં લોકોએ હવે એક સપ્તાહ સુધી 40 ડિગ્રીને પાર ગરમી સહેવા તૈયાર રહેવું પડશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુતમ તાપમાન 26 ડિગ્રી રહેવાની સંભાવના, અઠવાડિયું તડકામાં બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રની સલાહ

મોરબી જિલ્લામાં આકરો ઉનાળો જાણે શમવાનું નામ ન લેતો હોય તેમ ન બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પ્રિમોન્સૂન ગતિવિધિ તેજ બનતાં અને વાદળો છવાતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાઇ હતી તો બીજી તરફ ભેજનું પ્રમાણ વધતાં લોકો બફારાથી પરેશાન હતા.

હવે ફરીથી આકરી ગરમીનો દૌર આવી રહ્યાની જાહેરાત હવામાન વિભાગે કરી છે અને જણાવ્યું છે કે શહેર અને જિલ્લામાં મહતમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઇ રહ્યું છે અને આગામી એક સપ્તાહ સુધી આકરો જ તાપ રહેશે આગામી 8 જૂન સુધી જિલ્લામાં મહતમ તાપમાન 40થી 41 ડિગ્રી વચ્ચે રહેશે, તો લઘુતમ તાપમાન પણ 26 ડિગ્રી આસપાસ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. આ સપ્તાહ દરમિયાન સવારના કે સાંજના સમયે ક્યારેક હળવા વાદળો પણ છવાશે.

આ આકરી ગરમીમાં હિટ સ્ટ્રોક થવાની સંભાવના વધી જાય છે. જેથી લોકોને બપોરના સમયે લોકોને ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગે સલાહ આપી છે. શુક્રવારે પણ મોરબીનું મહતમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું તો લઘુતમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું.તો પવનની ગતિ પણ 30 કિમી પ્રતિ કલાક નોંધાઇ હતી. હાલ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોની સાથે સાથે પશુ પક્ષીઓ પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.

હિટ સ્ટ્રોકથી બચવા ઠંડું પાણી ન પીવું
હિટ સ્ટ્રોકથી બચવા લોકોને વધુને વધુ પાણી પીવા, તરબૂચ, શેરડી રસ,લિંબુ શરબત પીવાની સલાહ આપી છે. જો કે ઠંડા પીણા કે અતિશય ઠંડુ પાણી ન પીવા પણ સૂચના આપી છે. ઉપરાંત બપોરના સમયે બહાર ન નીકળવા જણાવ્યુ છે. અને ઇમરજન્સીમાં બહાર નિકળવુ પડે તો શરીરના અંગ ઢંકાય તેવા સુતરાઉ કપડાં પહેરવા ટોપી અને ચશ્માં પહેરવા આ ઉપરાંત બહારથી ઘરમાં આવ્યા બાદ સીધા ઠંડુ પાણી કે ખોરાક ન લેવા તાકીદ કરી છે. થોડી વાર આરામ કર્યા બાદ શરીરનું ટેપરેચર નોર્મલ થયા બાદ જ પાણી પીવું કે ખોરાક લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...